અમરેલી,
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સુવાગઢ ગામની સીમમાં તા.15-11-2019 ના રોજ ફરીયાદી તથા દામનગરનાં પી.એસ.આઇ. ને ખાનગી રાહે બાતમી મળતા તેના દ્વારા તેની જાણ એસપી શ્રી અમરેલીને કરી રેડમાં જવા સબંધ્ોની પરવાનગી માંગતો પત્ર લખી પરવાનગી માંગતા એસપી શ્રી દ્વારા રેડમાં જવાની પરવાનગી સાથે એસઓજી પીઆઇને અધીકાર પત્ર આપી સુવાગઢ ગામની સીમમાં રેડ કરતા આરોપીઓ લક્ષ્મણભાઇ રાણાભાઇ, ઓઢવજીભાઇ લક્ષ્મણભાઇ, જગદીશભાઇ લક્ષ્મણભાઇ, નકળંગભાઇ લક્ષ્મણભાઇના કબજા ભોગવટાની વાડી ખેતરમાંથી કુલ 5 વિઘા 14 વસામાં અનઅધિકૃત રીતે ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરેલ હોય જે સબંધ્ોની રેડ એસઓજી પીઆઇ, એસઓજી પીએસઆઇ તથા દામનગર પીએસઆઇ દ્વારા સંયુક્ત રીતે તા.15-11-2019 તથા 16-11-2019 એમ બે દિવસ રેડ કરી ગાંજાના કુલ 25,374 છોડ જેનું કુલ વજન 1646 કિલો 587 ગ્રામ જેની કિં.82,32,885 અને ઓરડી માંથી મળેલ કુલ 120 કિલો બિયારણ જેનું કિં. 7,22,880 એમ મળી કુલ 89,55,765 નો મુદામાલ પોલીસ દ્વારા કબ્જે કરી આરોપીઓની સદરહુ ગુનામાં અટક કરી જેલ હવાલે કરેલ હોય આ કેસ નામદાર એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર એડી. સેશન્સ કોર્ટે પડેલ પુરાવા તથા રજુ કરેલ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લેતા નામદાર કોર્ટ તેના ચુકાદામાં જે મુખ્યત્વે નોંધ કરી આરોપીઓના વિ.વકીલશ્રીઓની દલીલો તથા તેમણે લીધ્ોલ પુરાવાની હકીકત માનેલ છે તેમાં આરોપી નં.2 ના વકીલશ્રી અજય પંડયા દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે કલમ 42 નો ભંગ કરેલ હોય, અધિકાર પત્ર તથા રેડ અંગેનો ઠરાવ ખામીયુક્ત હોવાનો જણાવેલ હોય જે હકીકતને નામ. કોર્ટ એ માનેલ હોય કે પ્રથમ મળેલ બાતમી અનુસંધાનેની કોઇ નોંધ પીએસઆઇ દામનગર દ્વારા કયાંય કરવામાં આવેલ હોય તેવુ જણાય આવતુ નથી જેથી કલમ 42(1) નો ભંગ થયેલ છે તેમજ બાતમીની જાણ કરતા પત્રમાં ચાર આરોપીના નામ છે જ્યારે અધિકાર પત્રમાં માત્ર એસપીશ્રીએ એક વ્યક્તિના નામનો અધિકાર પત્ર આવેલ છે અને કરેલ ઠરાવમાં રેડીંગ અધિકારીએ ચારેય આરોપીઓના નામ, સરનામા, અટક સાથેનો ઉલ્લેખ કરેલ છે. તેમજ કરેલ ઠરાવ મકાન, જડતી તપાસનો છે અને જડતી તપાસ વાડી ખેતરની કરેલ છે જેથી કલમ 42 નો ભંગ થયેલની હકીકત કોર્ટે માનેલ હોય તેમજ બચાવ પક્ષ દ્વારા આરોપીઓ ને રેડ અગાઉ તા.14-11-2019 ના રોજ કસ્ટડીમાં લીધ્ોલ હોય તેવુ સમગ્ર પુરાવાથી જણાય આવે છે. જેથી બચાવવાની દલીલ ગંભીરતા પુર્વક ધ્યાને લીધ્ોલ હોય તેમજ આ ફરીયાદ પક્ષ દ્વારા નમુનાઓ કાયદાની જોગવાઇ મુજબ લીધ્ોલ ના હોય તેવી તમામ દલીલો બચાવ પક્ષના વિ.એડવોકેટ શ્રી એ.પી.પંડયા, અશ્ર્વિનસિંહ ગોહીલ તેમજ સંજય એ.મહેતાની દલીલોને ગ્રાહય રાખી નામદાર એડી. સેશન્સ જજ શ્રીવાસ્તવ દ્વારા આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ધોડી મુકતો હુકમ કરવામાં આવેલ છે.આ કામે આરોપીઓ તર્ફે વિ.વકીલશ્રી અજય પી.પંડયા, અશ્ર્વિનસિંહ ગોહીલ તેમજ સંજય એ.મહેતા રોકાયા હતા.