આંબરડી,
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ સતત યથાવત છે.નવરાત્રી દરમિયાન જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના કારણે નુકસાન થયું હતું.ગઈકાલે પણ અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોને દિવાળીના તહેવાર સમયે મુશ્કેલી વધી રહી છે. સાવરકુંડલા તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. તો ગઈકાલે અનેક ખેતરો જળબંબાકાર ની સ્થિતિમાં જોવા મળ્યા હતા. સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના ખેડૂત દિનેશભાઈ માલાણી એ 15 સરગવાનું વાવેતર કર્યું હતું જેમાં ગઈકાલે એક કલાક સુધી વરસેલા વરસાદના કારણે ખેતી પાકમાં નુકસાન પહોંચ્યું છે. સાંજના સમયે સતત ભારે વરસાદ પડવાના કારણે આખો સરગવાનો પાક ઢળી જતા મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકાર ખેડૂતોની સહાય કરે તેવી માંગ કરવામાં આવી છે. આંબરડી ગામના ખેડૂત દિનેશભાઈ માલાણીએ હતું કે 15 વીઘામાં સરગવા આવ્યા છે. નવરાત્રી પછી સતત વરસાદ વરસ્યો હતો તેમ જ ગઈકાલે તો ભારે પવન સાથે મીની વાવાઝોડું આવ્યું હતું જેમાં સરગવાના 200 જેટલા થડીયા પડી ગયા છે.હવે શિયાળામાં દિવાળીમાં પાક આવવાની તૈયારી હતી. હવે મારે શું કરવું ?વરસાદ હજુ રોકાતો નથી કપાસ પણ ફેલ છે સિંગના પાથરા પડ્યા છે. અત્યારે ખૂબ જ નુકસાન થયું છે સરકાર ખેડૂતોની મદદ કરે તેવી ખેડૂતોમાં માંગ ઉથી છે.4 દિવસ પહેલા અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના લાયક દંડક કૌશિક વેકરીયા દ્વારા અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારમાં પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને સતત નુકસાન જવાના કારણે રાજ્ય સરકાર ખેડૂતોને સહાય મદદ કરે તે માટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆતો કરી માંગણી પણ કરવામાં આવી છે.