Homeઅમરેલીબાબરાનાં રાયપર અને અમરવાલપુરમાં સુવિધાપથ મંજુર

બાબરાનાં રાયપર અને અમરવાલપુરમાં સુવિધાપથ મંજુર

Published on

spot_img

અમરેલી,
લાઠી બાબરા વિસ્તારમાં જનકભાઇ ચુંટાઇ આવ્યા બાદ હમેંશા ગાંઘીનગરથી વિકાસના કામોની સરવાણી ચાલુ રહી છે. રાજયભરમાં ભાજપની વિકાસશીલ સરકાર વિકાસની અનેરી ભેટ આપી રહી છે. ત્યારે પોતાનો વિસ્તાર વિકાસથી વંચીત ન રહે તે માટે હમેંશા ચિંતાતુર લાઠી બાબરા વિધાનસભાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા તેમજ સાંસદશ્રી ભરતભાઇ સુતરીયા દ્રારા રાજ્ય સરકારને લાઠી,બાબરા, અમરેલી વિસ્તારના સર્વાંગી વિકાસ માટેની રજૂઆતો સતત કરવામાં આવી રહી છે જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ હયાત નાળા અને કોઝવે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથી બધા જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે રીપેર કરવાની જરૂરિયાત ઊભી થવાથી જે બાબતને ગંભીરતા પૂર્વક હાથ પર લઈ ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી ને રજૂઆત કરેલ જે રજુઆતને પગલે રાજય સરકાર દ્રારા અગાઉ નાળા,પુલ, ડામર રોડને રીસર્ફેશ કરવાના અનેક કામો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગંભીરતા સમજી આવા કામોને અગાઉ મંજૂરી આપી છે.જનકભાઈ તળાવીયા પોતાના વિધાનસભા વિસ્તારને વધારે વિકાસશીલ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે તેઓના વિધાનસભા વિસ્તારના લોકોને રોડ રસ્તા કે બીજા વિકાસના કામો હોય સતત પ્રયાસો કરી રહ્યા છે ત્યારે હાલ તાજેતરમાં જનકભાઈ તળાવીયાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી જે અન્વયે બાબરા તાલુકાના ઉંટવડ રાયપર રોડને જોડતો રાયપર ગામે સી.સી.રોડ બનાવવા માટે સરકારશ્રી દ્રારા રૂા. 40 લાખ મંજુર કરવામાં આવ્યા છે. તેમજ બાબરા તાલુકાના ચમારડી કુંવરગઢ અમરવાલપુર પીરખીજડીયા રોડ ને જોડતા અમરવાલપુર ગામે સી.સી.રોડ બનાવવાના કામે 25 લાખ મંજુર કરવામાં આવ્યા છે. આ નવા સુવિઘાપથ (સી.સી. રોડ) ના કામો મંજુર થતા સ્થાનિક લોકો દ્વારા ખુશી ની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા તેમજ સાંસદશ્રી ભરતભાઇ સુતરીયાનો આભાર માનવામાં આવ્યો હતો.

Latest articles

05-12-2024

05

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી....

ચલાલાનાં માણાવાવની મુલાકાતે આઇપીએસ શ્રી જયવીર ગઢવી

ધારી, નવનિયુક્ત આઇપીએસ શ્રી જયવીર ગઢવીએ આજે ચલાલા પોલીસ મથકનાં માણાવાવની મુલાકાત લીધી હતી અને...

લીલીયાના લાઠી રોડે નવ સિંહોનું ટોળુ આવ્યું

લીલીયા, લીલીયા શહેરના લાઠી રોડ પર આવેલ ગૌશાળા નજીક અંટાળીયા તરફથી નવસિંહોનું ટોળું આવી ચડેલ....

Latest News

05-12-2024

05

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી....

ચલાલાનાં માણાવાવની મુલાકાતે આઇપીએસ શ્રી જયવીર ગઢવી

ધારી, નવનિયુક્ત આઇપીએસ શ્રી જયવીર ગઢવીએ આજે ચલાલા પોલીસ મથકનાં માણાવાવની મુલાકાત લીધી હતી અને...