અમરેલી,
ચિત્તલ રોડ વિસ્તાર ના ઓમનગર સોસાયટી માં વસતા એક સામાન્ય ચોધરી પરિવાર કે જે વર્ષો થી ભાડા ના મકાન મા રહે અને પરીવાર ના લોકો છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા એના ઘરે અચાનક ઘર ના મોભી માણસ ને ઝેરી કમળી થઈ જેના લીધે લીવર અને ડેમેજ થતાં સારવાર દરમ્યાન અવસાન પામ્યા અને પરીવાર પર અચાનક નોધારી પીડા ને દુ:ખ આવી પડ્યું…ઘર ની સ્થિતિ ખૂબ કફોળી હતી આ વાત ની જાણ તે વિસ્તાર ના સેવાભાવી અને હંમેશા લોકો ના સુખ કરતા દુ:ખ મા વધુ સાથ આપનાર એવા હોંકારો કાર્યાલય ના સંચાલક રવિરાજભાઈ શેખવા અને ગૃપ ને થતાં એમણે એમની સેવાકીય સંસ્થા અશ્વમેઘ ગૃપ ના મિત્રો મળી બાવન હજાર એકસો પૂરા જેવી એ પરિવાર માટે રકમ એકત્રીત કરી આજ રોજ એમની ઉતરક્રિયા સમયે અને ચોધરી પરીવાર ના દુ:ખ મા ભાગ લઈ ને સાથ આપેલ હતો અને હજી કાય પણ ક્યારેય જરૂરિયાત હોય તો સંકોચ કહેજો એવો દિલાસો પણ આપેલ હતો…આ સેવાકીય સંસ્થા દ્વારા અનેક સેવાયજ્ઞો અમને જાણવા મળતી માહિતી મુજબ અવાર નવાર આવા જરૂરિયાત મંદ લોકો માટે આ ગૃપ ફાળો કરે છે ને નિયમિત ચિત્તલ રોડ વિસ્તાર ની રેઢિયાળ ગાય માતા ને ઘાસચારો પણ કરે છે ઘણી સામાજિક અને ધાર્મિક તેમજ મંદ માટે દવા ખર્ચ અને રાશનકીટ ની પ્રવુતિ સહિત બાળકો ની ફી અને પુસ્તક ખર્ચ જેવી અનેક પ્રવુતિઓ આ અશ્વમેઘ સંસ્થા દ્વારા કરવામા આવે છે.