રાજુલા નજીક વિકટર મજાદર રોડ ઉપર બોલેરોએ બાઇકને હડફેટે લેતા પ્રૌઢનું મોત

અમરેલી,
રાજુલા તાલુકાના વિકટર મજાદર રોડ ઉપર શિયાળબેટ ગામના શિવાભાઇ શામજીભાઇ બાલધીયા ઉ.વ.30ના પિતા શામજીભાઇ પોતાનું બાઇક લઇ તેના ઘર તરફ આવતા હોય. ત્યારે બપોરના આશરે 2 વાગ્યાના અરસામાં વિકટર ગામ નજીક રોડ ઉપર પહોંચતા સામેથી આવતા એક અજાણ્યા બોલેરોના ચાલકે પુર ઝડપે અને બેફિકરાઇથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી શામજીભાઇના બાઇક સાથે ભટકાવી અકસ્માત કરી નાની મોટી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી બોલેરો લઇ નાસી ગયાની ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ