લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વિવિધ કચેરીઓ અને અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને ચૂંટણી ફરજલક્ષી કામગીરી સોંપવામાં આવી છે. મે-૨૦૨૪ની તા.૦૬ અને તા.૦૭ દરમિયાન અમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવ્હાર કચેરીના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ દ્વારા પણ ચૂંટણી ફરજ પરત્વેની કામગીરી કરવામાં આવનાર છે. તેમની આ ફરજને લીધે આ બે દિવસ (મે-૨૦૨૪ની તા.૦૬ અને તા.૦૭) દરમિયાન અમરેલી એ.આર.ટી.ઓ કચેરી ખાતે મોટરીંગને લગતી રોજિંદી કામગીરી મોફુફ રહેશે.
મે-૨૦૨૪ની તા. ૬ અને તા.૭ દરમિયાન અમરેલી એ.આર.ટી.ઓ ખાતે મોટરીંગને લગતી કામગીરી બંધ રહેશે
Published on