અમરેલી,
સાવરકુંડલામાં ફ્રેન્ડ સોસાયટીના કોર્નર ઉપર પ્રસાદ નામનાં મકાનમાં રહેતા મીનાબેન જગદીશભાઈ પાઠક નામના 48 વર્ષના મહિલાની ગળાના પાછળના ભાગે કટર જેવા તીક્ષણ હથિયાર વડે ઘા કરી હત્યા કરાયા નો બનાવ બહાર આવતા પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ છે અને પ્રાથમિક રીતે બહાર આવેલી વિગતો અનુસાર પારિવારીક રીતે કોઇ બનાવને કારણે આ ઘટના ઘટી હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસ તંત્ર ઉપર ફોન થતા પોલીસે બનાવનાં સ્થળે દોડી જઇ મૃત્યુ પામનારનાં પરિવારની પુછપરછ કરવા માટે પોલીસ મથકે તપાસ કરી રહી છે. મરનાર મીનાબેનનાં પુત્ર વૈભવભાઇ બેંકમાં જોબ કરતા હોવાનું બહાર આવ્યું છે. સાવરકુંડલા શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઘટનાનો ભેદ ઉકેલવા પુછપરછ થઇ રહી છે. આ ઘટનાની જાણ થતા બ્રહ્મ સમાજનાં આગેવાનો દોડી ગયા હતાં.