Homeઅમરેલીઅખાત્રીજના આથમણા પવને "વનરાજી ખીલી ઊઠે’નો વર્તારો આપ્યો

અખાત્રીજના આથમણા પવને “વનરાજી ખીલી ઊઠે’નો વર્તારો આપ્યો

Published on

spot_img

બગસરા,
આજે અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઇ બાજુથી વાય છે? તે જાણવા અભ્યાસુઓ તથા ધરતીપુત્રો સૌ કોઈમાં ઈંતેજારી હતી જે વહેલી સવારના ત્રણ વાગ્યા થી છ વાગ્યા સુધી આથમણી તેમજ નૈત્ય દિશા ના પવન વાતા વનરાજી ખીલી ઊઠે સાથે મધ્યમ ચોમાસાનો વર્તારો આપ્યો હતો. વિગત અનુસાર ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ જ મહત્વ રહ્યું છે આ વર્ષે અખત્રીજ ની વહેલી સવારે 3 વાગ્યાથી સૌપ્રથમ પવન પશ્ચિમ તરફથી વાય ને પૂર્વ તરફ ગયો હતો.
તેમજ સાથે સાથે નૈત્ય દિશામાંથી પણ ફણગીઓ જોડાતા ચોમાસાની શરૂઆત સામાન્ય કરતા મોડી અને સાર્વત્રિક રીતે ન થાય તેવી શક્યતા વર્તાઇ હતી. બગસરા થી દર્શન ઠાકર ના જણાવ્યા અનુસાર આથમણો પવન વાતા “વનરાજી ખીલી ઉઠે” તેમજ સાથે રહેલા નૈત્ય દિશા ના પવનથી આગામી ચોમાસુ પ્રમાણમાં મધ્યમ રહે તેવો વરતારો થાય. વધુમાં ચૈત્રી દનૈયા દરમિયાન છેલ્લા બે દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેતા ચોમાસાના અંત ભાગમાં જરૂરિયાત મુજબ વરસાદ ન પડે તેવી પણ શક્યતા રહેલી છે.તેમજ વહેલી સવારથી જ નૈત્ય દિશાના પવનને કારણે સર્વત્ર વાવણી લાયક વરસાદ ને બદલે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સમયે વાવણી થવાની તેમજ છેતરામણા વરસાદ અને પાકમાં રોગને લીધે બિયારણ બગડવાની શક્યતા મનાઈ રહી છે. આ વર્ષે હોળીની જાળ તથા ચૈત્રી દનૈયા દરમિયાન તાપ તેમજ આજના અખાત્રીજના પવનના વરતારાને કારણે એકંદરે આવનાર ચોમાસું પ્રમાણમાં મધ્યમ રહે તેવું જાણકારો માને છે, ત્યારે આગામી ચોમાસામાં પાક અને પાણીની સ્થિતિ સારી રહે તેવી આશા રાખીએ.

Latest articles

ઘોરીની સલાહથી આતંકવાદીઓના પીઠ્ઠુઓના ભારતમાં ટ્રેનોને ઉથલાવવા માટે ઉધામા

છેલ્લા કેટલાક સમયથી દેશમાં રેલવેના ટ્રેક પર સિમેન્ટના બ્લોક કે મોટા પથ્થરો મૂકવાની ઘટનાઓ...

રાજુલા પો.સ્ટે.નાં બળાત્કારના ગુનાના આરોપીને ઝડપી લીધો

રાજુલા, રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.11193050240368/2024 ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 64(2)(એચ), 64(2)(એમ), 115(2), 54, 352, 351(3) મુજબના...

રાજુલા પો.સ્ટે.ના અપહરણ પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લીધો

અમરેલી, રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.11193050230559/2023 આઇ.પી.સી. કલમ 363,366 તથા પોક્સો એક્ટ કલમ 18 મુજબના ગુન્હાના કામનો...

સ્વચ્છતા હી સેવા અભિયાનમાં લોકો જોડાય : શ્રી અજય દહિયા

અમરેલી, સ્વચ્છતા હી સેવા, સેવા સેતુ કાર્યક્રમ અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત...

Latest News