Homeઅમરેલીસાંજે અમરેલી પછી મોડી રાત્રે કુંડલા ભાંગતુ માવઠું

સાંજે અમરેલી પછી મોડી રાત્રે કુંડલા ભાંગતુ માવઠું

Published on

spot_img

સાવરકુંડલા,

ગઈકાલે રાત્રે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની માઠી બેસાડી દીધી છે જોરદાર પવન ફૂંકાયો અને ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છેઅમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં હવામાન ખાતાની આગાહી મુજબ કૌ મોસમી વરસાદ પડ્યો ગત રાત્રે વાવાઝોડા તથા વીજળી અને વરસાદે અનેક ખેડૂતોની કમર પાંગી નાખી . સાવરકુંડલા તાલુકાના ખેડૂતો પાસે નુકસાની ની વેદના જાણી તો ખાસ કરીને તલના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તલનો પાક તૈયાર થઈ ગયો ક્યાંક ઉભડાવો થયા છે તો ક્યાંક પાટણના પાથરાઓ કરવામાં આવ્યા છે આ તમામ તલનો પાક પલળી ગયો છે .જેથી હવે ખેડૂતોના હાથમાં કંઈ આવશે નહીં. રાત્રે વરસાદ હતો એટલે ખેડૂતોને તલનો પાક બચાવવા માટેનો પણ કોઈ સમય નહોતો રહ્યો અને સમગ્ર સાવરકુંડલા વિસ્તારમાં વીજળી પણ ભૂલ થઈ ગઈ હતી ત્યારે આવો સાંભળીએ ખેડૂતોની વેદના.સાવરકુંડલા પંથકમાં રાત્રે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો જોરદાર પવન ફૂંકાયો અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગણી પણ કરી રહ્યા છે હાલ ખેતી પાક માં જુવાર તલ મગ જેવા પાક ઊભા છે જુવાર પણ જ્યાં જુઓ ત્યાં ઢળી પડેલી છે અને સાવરકુંડલા પંથકમાં અનેક પ્રજાપતિ કુંભારે કાચી ઇંટો તૈયાર કરેલી હતી જે વરસાદથી તમામ ઈંટો પલળી ગઈ છે ઇટુ પકવતા કુંભાર પણ આ કાચી ઈંટોને બચાવી શક્યા નહીં અને પારાવાર નુકસાન થયું છે.ફતેપુર,(સતિષ રાઠોડ)હવામાન ખાતાની આગાહી મુજબ અમરેલીના ફતેપુર ચાંપાથળ વિઠલપુર પીઠવા જાળ તથા આજુબાજુના ગામોમાં તારાજી સર્જી હતી ગામના મકાનના નળિયા પતરાના સેડ ઉડી જવા પામ્યા હતા અને ભારે નુકસાની થઇ હતી. ગાવડકા થી વિઠ્ઠલપુર જોડાતા માર્ગમાં ભારે પાણીની આવવાના કારણે ચાલકોને આવક જાવકમાં મુશ્કેલી પડી હતી.પાણીને કારણે વાહન વ્યવહાર ઠપ થયો હતો અને ફતેપુર ગામે બેઠા કોઝવે ઉપર પાણી ભરાતા ક્યાંથી પસાર થતાં ચાંપાથળ વિઠ્ઠલપુર પીઠવાજાલ તકતળાવ કેરીયા ના લોકોને આવક જાવકમાં મુશ્કેલીમાં વધારો થયો હતો તે કોજવે ઉપર બે થી અઢી ફૂટ પાણી ભરાયા હતા.

Latest articles

31-10-2024

30-10-2024

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...

કુંડલામાં એસટીનાં ડ્રાઇવરને એટીઆઇ તરીકે બઢતી

અમરેલી, આજરોજ સાવરકુંડલા એસ.ટી.ડેપોના ડ્રાઈવર તરીકે અયુબખાન અલ્લારખભાઈ પઠાણ ને છ્ૈં ની લેખીત પરીક્ષા પાસ...

Latest News

31-10-2024

30-10-2024

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...