અમરેલી અને લીલીયામાંથી ચોરાયેલી મોટરો સાથે ત્રણ ઝડપાયા

અમરેલી અને લીલીયામાંથી ચોરાયેલી મોટરો સાથે ત્રણ ઝડપાયા

અમરેલી,
અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઇ દ્રારા અમરેલી ડિવીજનમા બનતા આવા અનડીટેક્ટ ચોરીના ગુન્ડાઓમા ત્વરીત પણે પગલા લેવા માગેદશેન આપેલ તે મુજબ અમરેલી તાલુકા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરાયેલ ઇલેકટ્રીક મોટરોના ગુનામાં ત્રણ આરોપી મનોજભાઇ ધીરૂભાઇ સોલંકી, રાજેશ ઉર્ફે રાજયો માથાસુરીયા, મેહુલ ઉર્ફે ઉદરડી પ્રકાસભાઇ સોલંકીને ઝડપી લીધા છે અને પોલીસે ચોરાયેલ મોટરો જેની કિંમત એકની 13 હજાર તથા ભંગાર કોપર વાયર 30 હજારનો અને ભાર રીક્ષા 30 હજારની તથા હોન્ડા મોટરસાયકલનો મુદામાલ પોલીસે કબ્જે કરેલ