રાજુલા,
રાજુલા શહેરમાં ધાતરવડી ડેમ ભર્યો હોવા છતાં બોરવેલ માંથી પાણી ખૂટતા દરિયા કિનારો નજીક હોવા છતાં લોકો ઘરની નીકળતા નથી રાજુલા શહેરમાં ભયંકર ગરમીનો વાતાવરણ જોવા મળે છે ત્યારે કાળજાળ ગરમીમાં કોઈ ઘર બહાર જોવા મળતું નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં શ્રમિકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે જેમાં પણ ઉદ્યોગો મીઠાના અગરિયાઓ તેમજ સિન્ટેક્સ માં કામ કરતા મજૂરો અલ્ટ્રાટેકમાં મજૂરો આવા લોકો બપોરમાં તડકામાં ગરમીમાં સમયમાં ફેરફાર કરવો જેથી ધુમ ધકતા તડકામાં બપોરે 1 થી 2 રજા પડે છેતેના બદલે બાર થી બે નો ટાઈમ કરવા ગરમીમાં માંગણી ઉઠી છે ખેડૂતોના ખેતરોમાં પાણી ન હોવાથી દર વર્ષે ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરવામાં આવતો તે પણ થઈ શકે તેમ નથી રાજુલા શહેરમાં ધાતરવડી ડેમ નંબર 2… રાજુલા અડીને 500. મીટર રાજુલા શહેર થી દૂર છે છતાં પણ રાજુલા શહેરમાં બોરિંગ છે તેમાં પાણી ખલાસ થઈ ગયું છે કારણ કે ડેમ હોય ત્યાં પાણી ખૂટે નહીં પરંતુ રાજુલા શહેર પથ્થર ના ડુંગરા ઉપર બનેલું હોવાથી પાણી શહેરમાં પથ્થરમાંથી આવી શકતું નથી એવું જાણકારોનું કહેવું છે કેમકે ડુંગર જ ગામ છે અને પથરામાં પથરાયેલું છે જેથી પાણી આવી શકતું નથી રાજુલામાં 90% બોરમાં પાણી ખૂટી ગયા જેથી રાજુલામાં ભાડે મકાન હતા જે બોરમાં પાણી ખૂટી જતા ભાડું એ મકાન ખાલી કરી દીધા છે કેમકે બોરમાં પાણી નથી નોકરિયાત વર્ગ હોય નોકરીએ જાય ત્યારે ઓચિંતાનું ક્યારેક નગરપાલિકાનું પાણી તો પાણી ભરે તેમ કોઈ ઘરે જ હોઈ નહીં કારણ કે ઉદ્યોગોમાં સિન્ટેક્સ અને અગરિયાઓ પતિ પત્ની બંને કામ કરતા હોય છે જેના કારણે મહુવા તરફ અને જાફરાબાદ તરફ પાણી ન હોવાથી ઉદ્યોગોમાં નોકરી કરતા લોકો અન્ય શહેર તરફ વળી ગયા છે પાલિકાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી આમ વખતે આ કાળઝાળ ગરમી લોકોને કોરાનાની જેમ યાદ રહે છે વૃદ્ધ માણસો કહે છે કે આવી ગરમી અમે ક્યારેય જોઈ નથી તો બીજી તરફ વૃદ્ધ માણસો કહેતે કે આ ગરમીને કારણે વરસાદ ખૂબ પડશે હાલ તો ગરમીને કારણે નાગેશ્રી સરોવરડા કાગવદર ભટવદર કંથારીયા કોળી તથા બાર પટોળી ઉકડિયા તળાવ સંપૂર્ણ ખાલી પડ્યા છે સરકાર પાઇપલાઇન મારફત પાસ મહિના પહેલા જાહેરાત કરી હતી આવા તળાવો પાઇપલાઇન મારફત જોડી અને ભરી દેવામાં આવશે પરંતુ આ જાહેરાત પોકળ સાબિત થઈ હજી સુધી ક્યાંય પાઇપલાઇન ઠેકાણા નથી તો સરકાર દ્વારા આ ગોતરું આયોજન કરી ગ્રામ્ય વિસ્તારમાં રાજુલા શહેરમાં પાણીનો પ્રશ્ન વિકટ ન તેમ જ ઉદ્યોગક વિસ્તાર તથા અગરિયા વિસ્તારના શ્રમિકો બપોરે ધામ તડકામાં કામ કરી રહ્યા છે તેના માટે શ્રમ મંત્રાલય જિલ્લા કલેકટર કે આરોગ્ય ખાતુ ટાઈમમાં થોડા સમય માટે કાળઝાળ ગરમીમાં ટાઈમમાં ફેરફાર કરે તેવી શ્રમિકોની માંગણી છે અને ગ્રામ્ય તળાવ ભરાય તેવું ઝડપથી આયોજન થાય આ ત્રણ પ્રશ્નો હલ આવે જેથી લોકો તડકામાં બીમારીનો ભોગ ન બને એવી માંગણી અને લાગણી ઉદ્યોગિક વિસ્તારોમાંથી ઉઠવા પામી