અમરેલી,
ખાંભા તાલુકાના ચતુરી અને પીપળવા ગામ વચ્ચેઆજે વ્હેલી સવારના 4-30 કલાકે વડ ગામના શિવરાજભાઇ વાલાભાઇ ધાખડા ઉ.વ.33 રહે. વડ વાળાએ આજ થી બે મહિના પહેલા નાગેશ્રી પાસે આવેલ ટોલનાકે મયુર ભાભલુભાઇ વરૂએ ગાળો બોલતા તેનો વિડીયો મોબાઇલમાં ઉતારેલ. જેનું મનદુ:ખ રાખી ફોરવ્હીલમાં પીછો કરી હત્યા કરવાના ઇરાદે બે આરોપીઓએ પિસ્તોલ અને તંમચામાંથી ફાયરિંગ કર્યાની ઘટના બહાર આવી છે.આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ખાંભા તાલુકાના ચુતરી અને પીપળવા ગામ વચ્ચે તા.23-5ના વ્હેલી સવારના 4-30 કલાકે રાજુલા તાલુકાના વડ ગામના શિવરાજભાઇ વાલાભાઇ ધાખડા ઉ.વ.33 એ બે મહિના પહેલા નાગેશ્રી પાસે આવેલ ટોલનાકે મયુર ભાભલુભાઇ વરૂ ગાળો બોલતો હોય તેવો તેને વિડીયો શિવરાજભાઇએ પોતાના મોબાઇલમાં ઉતારેલ હતો. જેનું મનદુ:ખ રાખી પોતાનો સમાન ઇરાદો પારપાડવા મયુર ભાભલુભાઇ વરૂ, પહુ વરૂ, હરેશ ભાભલુભાઇ વરૂ, સંજય વરૂ રહે. બાલાની વાવ તા.જાફરાબાદ વાળાએ સ્વીફટ ફોરવ્હીલ પુર ઝડપે અને માનવ જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી ફરિયાદી શિવરાજભાઇની સ્કોરપીયો જી જે 34 એન 0012નો પીછો કરી ગાડી રોકાવી ચારેય આરોપીઓએ અલગ અલગ હથિયારો લઇ ફોરવ્હીલમાંથી નીચે ઉતરી પાછળ દોડી આવી મયુર ભાભલુભાઇએ પિસ્તોલમાંથી તેમજ પહુ વરૂએ તંમચામાંથી જાનથી મારી નાખવાના ઇરાદે ફાયરીંગ કરેલ ત્યાર બાદ બચી જતાં આરોપીઓએ પીછો કરી ફોરવ્હીલમાં તોડ ફોડ કરી અઢી લાખ રૂપિયાનું નુકશાન કર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ પીએસઆઇ કે.ડી. હડીયા ચલાવી રહ્યા છે. આ બનાવમાં ફરિયાદ કરનાર શિવા ધાખડા નામચીન હીસ્ટ્રીશીટર છે અને પોલીસની ક્રાઇમ ડાયરીમાં અનેક ગુનાઓ તેમના ઉપર નોંધાયેેલા