અમરેલી,(ડેસ્ક રિર્પોટર)
ઘણા વિસ્તારો એવા નસીબદાર હોય છે કે, ત્યાના લોકોએ ચૂંટેલા પ્રતિનિધી લોકો માટે ખરા અર્થમાં સેવક સાબીત થતા હોય છે આવા જ પ્રતિનિધ મળ્યા હોવાનું ગૌરવ આજે સાવરકુંડલ અનુભવી રહયું છે.પંજાબમાં ચૂંટણી પ્રચારકાર્યમાં વ્યસ્ત પ્રજાના પ્રતિનિધિ શ્રી મહેશ કસવાળાએ કામ કરી બતાવ્યું છે તેમણે જરુરીયાત વધતા સાવરકુંડલા-લીલીયાને યુધ્ધના ધોરણે પાણીનો વધ્ાુ જથ્થો અપાવ્યો છે.જિલ્લાના સાવરકુંડલા-લીલીયાના 117 ગામોમાંથી 85 જેટલાગામડાઓમાં નર્મદાનું પાણી પહોંચે છે અને બાકીના ગામોમાં મહી યોજનાનું પાણી આપવામાં આવે છે જે પુરતુ હતુ પણ નર્મદાનું પાણી ઘટતુ હોય ચાવંડથી કુંડલા-લીલીયાને દૈનિક મળતું 22 એમએલડી નર્મદાનું પાણી શ્રી કસવાળાએ કરેલી રજુઆતને પગલે 24 કલાકમાં 28 એમએલડી કરી દેવાયું છે. અને પુરતુ પાણી મળતા સમગ્ર વિસ્તારમાં આનંદ છવાયો