સાવરકુંડલા,
વડોદરા હરણી તળાવ અને સુરત તક્ષશિલા બાદ મોરબી દુર્ઘટનાની ને હજી લોકો ભૂલી નથી શક્ય ત્યાં તાજેતર માં રાજકોટ ટી.આર.બી ગેમ જોન માં ભયાનક આગવાના બનાવ માં 27 જિંદગી હોમાય ગઈ છે ત્યારે તંત્ર સફાળું જાગ્યું હોય તેવું જોવા મળીરહયું અને સેફટી બાબતે સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ મળતાં સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર હસમુખ બોરડ અને સાથે ફાયર ના હેડ જયરાજભાઈ ખુમાણ સાથે રવિભાઈ જેબલિયા,પ્રદીપભાઈ ખુમાણ,કૌશિકભાઈ,અને ગોસાઈબાપુ સહિત ના સ્ટાફ દ્વારા સાવરકુંડલા ની તમામ હોસ્પિટલ,ટ્યુશન કલાસીસ,એપાર્ટમેન્ટ,અને શેક્ષણિક સંસ્થાઓ સહિત માં તપાસ કરી જે જગ્યાએ ફાયર એન ઓ સી.ન હોય તત્કાલ ફાયર સેફટી ના સાધનો લગાવવા નોટિસો ફટકારીવામાં આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને પાલિકા દ્વારા સાવરકુંડલા ની કે.કે મેહતા સરકારી હોસ્પિટલ માં તપાસ કરતા ફાયર સિસ્ટમ તો લાગેલી જોવા મળી પરંતુ સિસ્ટમ બંધ હાલત માં જોવા મળતા ત્યાં પણ નોટિસ આપી સિસ્ટમ ચાલુ કરવા કડક સૂચના હતી.