અમરેલીમાં પુત્રવધ્ાુની હત્યામાં નિવૃત પીઆઇને આજીવન કેદ

અમરેલી,
અમરેલીમાં રહેતા પુનમબેન દેવેન્દ્રભાઇ વાઘેલા ઉ.વ.33ને તા.6-8-21નાં આરોપી સસરા નિવૃત પીઆઇ ગીરીશ નટવરલાલ વાઘેલાને રાખવી ન હોય અને પુનમબેન પોતાના બાળકોને છોડી જવા માંગતા ન હોય જેથી સસરા ગીરીશ નટવરલાલ વાઘેલા, પતિ દેવેન્દ્ર ગીરીશભાઇ વાઘેલા, સાસુ મધ્ાુબેન ગીરીશભાઇ વાઘેલા રહે.સહજાનંદનગર હનુમાનપરા (2) અમરેલીવાળાઓએ શારિરીક અને માનસીક ત્રાસ આપી જાનથી મારી નાખવા કાવતરૂ રચી સસરા ગીરીશ નટવરલાલ વાઘેલા પુનમબેનનાં ઘરે બાઇક પર આવી પુનમબેન ઉપર છરી વડે હુમલો કરી જીવલેણ ઇજા કરી અને આ વાત કોઇને કહે તો પુનમબેનનાં પુત્રને મારી નાખવાની ધમકી આપી ઇજાગ્રસ્તહાલતમાં પુનમબેનને છોડી આરોપી ગીરીશ નટવરલાલ વાઘેલા કપડા બદલાવી અમરેલી રાધીકા હોસ્પિટલમાં દાખલ થઇ ગયેલ. સાસુ મધ્ાુબેેને પુનમબેનનાં ઘરે જઇ એમ્બ્યુલન્સ જતી રહ્યા બાદ જે જગ્યાએ લોહીનાં નીશાન હતા તે સાફ કરી પુરાવાનો નાશ કરેલ. તા.8-8-21નાં સારવાર દરમિયાન પુનમબેન દેવેન્દ્રભાઇ વાઘેલાનું મોત નિપજતા પોલીસમાં ફાલ્ગુનીબેન સંજયભાઇ મકવાણા રહે.રાજકોટવાળાએ હત્યા કર્યાની ફરિયાદ દાખલ થતા ઉપરોક્ત કેસ અમરેલી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા મેજી.રિઝવાના બુખારીએ સરકારી પીપી મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલોને ધ્યાને લઇ તેમજ સાઇન્ટીફીક પુરાવાઓને ધ્યાને લઇ નિવૃત પીઆઇ આરોપી ગીરીશ નટવરલાલ વાઘેલો આજીવન કેદની સજા અને જુદી જુદી કલમો હેઠળ રૂા.55 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે પતિ દેવેન્દ્ર ગીરીશભાઇ વાઘેલાને ત્રણ વર્ષની સજા અને 498-એ માં આરોપીને 3 હજારનો દંડ ફટકાર્યો હતો. સીઆરપીસી 164માં સાહેદોનાં નિવેદનને કોર્ટે માન્ય રાખ્યુ હતું. ટ્રાયલ દરમિયાન આરોપી સાસુ મધ્ાુબેન ગીરીશભાઇ વાઘેલાનું મોત નિપજ્યું હતું.