અમરેલી,
અમરેલી શહેરમાં રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકારશ્રીની સુચના અનુસાર અમરેલીમાં બિલ્ડીંગો અને દુકાનોમાં ફાયર એનોસી અને ફાયરની સુવિધા ન હોય તેવા બિલ્ડીંગોને સીલ કરવા માટેની ફાયર સેફટી વિભાગના અધિકારી એચ.સી. ગઢવી, અને હરેશભાઇ સરતેજાની ટીમ દ્વારા અવિરત કાર્યવાહી શરૂ રાખવામાં આવી છે. અગાઉ ભીડભંજન મહાદેવ સામે બે બિલ્ડીંગો અને જિલ્લા પંચાયત રોડ ઉપર આવેલા માર્કેટ યાર્ડના સરદાર શોપિંગ સેન્ટર શિલ કર્યા બાદ આજે અમરેલીના લાયબ્રેરી રોડ પર આવેલ મીરા આર્કેડમાં ફાયર સેફટી વિભાગ દ્વારા બિલ્ડીંગને સીલ કરવામાં આવેલ છે. જેમાં 100 આસપાસ દુકાનો અને ત્રણ ટયુશન કલાસીસ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં શીલ કરવામાં આવેલ છે. અને હજુ પણ અમરેલી શહેરમાં ફાયર સેફટી અંગેની કાર્યવાહી અવિરત પણે શરૂ રહેશે. તેમ શ્રી ગઢવીએ જણાવ્યું