અમરેલી,
અમરેલી જિલ્લાના વાયટલ ઇન્સ્ટોલેશન(અતી સંવેદન શીલ વિસ્તાર) માં સમાવેશ થતો હોય અને આવા વાયટલ ઇન્સ્ટોલેશનમાં ઘરફોડ ચોરીનો બનેલ હોય બનાવની ગંભીરતાને ધ્યાને લઇ મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી પી.બી.લક્કડ અને પીપાવાવ પો.સ્ટે.ની ટીમ દ્વારા ટેકનિકલ સોર્સિસ તેમજ બાતમી હકીકત રાહે વણશોધાયેલા ગુન્હાનો ભેદ ઉકેલી આરોપી સાગરભાઇ રામભાઇ પરમાર ઉ.વ.22 ધંધો.મજુરી રહે.શ્યામ વાડી પાસે લોઠપુર તા.જાફરાબાદ જી.અમરેલી, ગોપાલભાઇ રામભાઇ પરમાર ઉ.વ.20 ધંધો.મજુરી રહે.શ્યામ વાડી પાસે લોઠપુર તા.જાફરાબાદ જી.અમરેલી, માણસુરભાઇ ભોળાભાઇ લાખણોત્રા ઉ.વ.28 ધંધો.નોકરી રહે.કોવાયા તા.રાજુલા જી.અમરેલી, દિલાવરભાઇ સુલેમનભાઇ સેલોત ઉ.વ.38 રહે હાલ. જાફરાબાદ તુરકી મહોલ્લા વિસ્તાર તા.જાફરાબાદ જિ.અમરેલી મુળ રહે.ઓથા પ્લોટ વિસ્તાર તા.મહુવા જિ.ભાવનગર, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને 100% મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ