મહુવા માર્કેટયાર્ડ ટોપ ટેનમાં આવ્યું

મહુવા માર્કેટયાર્ડ ટોપ ટેનમાં આવ્યું

મહુવા,

ગુજરાતભરમાં કુલ 224 એ.પી.એમ.સી.ઓ છે. તેમાં છેલ્લા દસકાથી ટોપટેન એ.પી.એમ.સી.ઓમાં મહુવા એ.પી.એમ.સી.નો સમાવેશ થાય છે. ગત તા.18/6/24 નાં રોજ સમગ્ર રાજયની એ.પી.એમ.સી.ઓનાં સંગઠન એવા ગુજરાત નિયંત્રીત બજાર સંઘ, અમદાવાદ દવારા આવકની દૃષ્ટિએ રાજયની પ્રથમ દસ એ.પી.એમ. સી.ઓનુ સન્માન કરવામાં આવેલ છે. તેમાં મહુવા એ.પી.એમ.સી. નું પણ સન્માન કરવામાં આવેલ છે.વર્ષ : 2023/24 ના વર્ષમાં મહુવા યાર્ડે રૂા. 11.11 કરોડની માતબર આવક કરેલ છે. તેમાં ખર્ચ બાદ કરતા રૂા.પ કરોડ ઉપરાંતની બચત (નફો) પણ કરેલ છે. શ્રી ઘનશ્યામભાઈ પટેલ મહુવા યાર્ડનાં ચેરમેન તરીકેનો છેલ્લા 20 વર્ષથી કાર્યભાર સંભાળી રહેલ છે. તેનાં શાસનમાં મહુવા યાર્ડ રાજયમાં ટોપટેનમાં સ્થાન જાળવી રાખવા સાથે અવીરત વિકાસ કરી રહેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ઘનશ્યામભાઈ પટેલ છેલ્લા બે વરસથી ગુજરાત નિયંત્રીત બજાર સંઘનાં ચેરમેન તરીકે પણ છે. જે મહુવા તાલુકાનાં ખેડુતોએ ગૌરવ લેવા જેવુ