લીલીયાના બનાવટી ઘી પ્રકરણનાં ફરાર સુત્રધારને પકડી પાડતી અમરેલી એલસીબી

લીલીયાના બનાવટી ઘી પ્રકરણનાં ફરાર સુત્રધારને પકડી પાડતી અમરેલી એલસીબી

અમરેલી,

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે લીલીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.11193035230373/2023, આઇ.પી.સી. કલમ 272, 273, 465, 467, 468, 482, 483, 485, 486, 487, 406, 420, 120બી, 34, 114 તથા ખોરાકમાં ભેળસેળ અટકાવવાનો કલમ 16(1)(એ)વિ. મુજબના કામેનો આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા છ માસથી નાસતા ફરતો હોય, લીસ્ટેડ આરોપી આકાશ કનુભાઇ વીંજવા, ઉ.વ.33, રહે.રાજુલા, ઓમનગર, ભેરાઇ તા.રાજુલા, જિ.અમરેલી હાલ રહે.સુરત, માધવ એલીગ્નસ, બ્લોક નંબર 1403, જહાંગીરપુરા તા.જિ.સુરતને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે બારડોલી ખાતેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ લીલીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ