અમરેલીની શેત્રુંજી નદીમાં વ્હેલી સવારે બોલેરો ખાબકતાં ચાલકને ગંભીર ઇજા

અમરેલીની શેત્રુંજી નદીમાં વ્હેલી સવારે બોલેરો ખાબકતાં ચાલકને ગંભીર ઇજા

અમરેલી,
અમરેલી શેત્રુંજી નદીમાં આજે વ્હેલી સવારે એક બોલેરો પીકઅપ વાહન પુલ ઉપરથી નદીમાં ખાબકતા બોલેરોના ચાલક વાંકીયા ગામના માધાભાઇ પાલાભાઇ મહિડા ઉ.વ.45ને ગંભીર ઇજા થતાં પ્રથમ 108 દ્વારા અમરેલી સિવીલ હોસ્પિટલમાં સારવાર આપી વધ્ાુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવેલ છે. આ બનાવની તપાસ અમરેલી તાલુકા પોલીસ ચલાવી રહી છે.