આઇજી શ્રી ગૌતમ પરમાર આજે અમરેલીમાં : જનસંપર્ક સભા

આઇજી શ્રી ગૌતમ પરમાર આજે અમરેલીમાં : જનસંપર્ક સભા

અમરેલી ,
ભાવનગર રેન્જના કાર્યદક્ષ નિષ્ઠાવાન આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં આજે તા.29/06/2024 ના રોજઅમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર વ્યાજખોરીની બદી નાબુદ કરવા જનસંપર્કસભાનુ આયોજન કરેલ છે. જેમાં અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહેશે. આ  સભા સાંજે ચાર વાગ્યે અમરેલી,પોલીસ હેડ કવાર્ટસ ખાતે રાખવામાં આવેલ છે. આ જનસંપર્ક સભામાં ગેરકાયદેસર વ્યાજ ખોરીને લગતી સમસ્યાઓનુ નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને ગેરકાયદેસર વ્યાજ ખોરોની પ્રવૃતિ સંપુર્ણ નાબુદ કરવાતેમજ નાણાની જરૂરીયાત વાળા આમ નાગરીકોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો તેમજ સરકારશ્રીની વિવિધ  અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુસર આયોજન કરવામાં આવેલ છે. જેમાં વ્યાજખોરીને લગતી કોઇ પણ પ્રકારની તકલીફો કે ફરીયાદ હોય તો સીધા આ જનસંપર્ક સભામાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે અને આ રજુઆત અરજી આધારે નિરાકરણ કરી અને  ન્યાય અપાવવા માટે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. જેથી આ જનસંપર્ક સભામાં ભાગ લેવા માટે અમરેલી જિલ્લાના નાગરિકોને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ દ્વારા અપીલ કરવામાં આવે