જુનાગઢ,
જુનાગઢના અમિતાભ અનાથ માપદાર ગોવાળ રહે. જુનાગઢવાળાએ જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આપેલ ફરિયાદમાં કસ્ટમ અધિકારી તથા ક્રાઇમ બ્રાન્ચ મુંબઇના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી ફરિયાદીના આધાર કાર્ડના ઉપયોગ દ્વારા ફરિયાદીના નામનું પાર્સલ મુંબઇથી તાઇવાન મોકલવામાં આવેલ છે અને તે પાર્સલમાં ડ્રગ્સ મળીે આવેલ હોવાથી ફરિયાદી ઉપર પોલીસ તપાસ થયેલ છે. પોલીસ તપાસના બહાને ફરિયાદી તથા તેમના પત્નીને સ્કાયપ નામની એપ્લીકેશનમાં મુંબઇ ક્રાઇમબ્રાન્ચના આઇડી દ્વારા મોબાઇલમાં કેમેરા સામે ઓનલાઇન વિડીયો ચાલુ રાખી સતત છ દિવસ સુધી ઘરની બહાર નિકળવા ન દઇ ઘરમાં ગોંધી રાખી ગેરકાયેદસર અટકાયત કરી માનસિક ત્રાસ આપી ફરિયાદના બેન્ક ખાતાની માહિતી અને તેમાં પડેલ રકમ આરબીઆઇ દ્વારા વેરિફાઇ કરવા માટે અજાણ્યા બેન્ક ખાતાઓમાં રૂા.14, 18, 125 ઓનલાઇન ટ્રાન્સફર કરાવડાવી છેતરપિંડી કરતાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ સી.વી. નાયક , પીએસઆઇ બી.ડી. માવદીયાએ સ્ટાફે છેતરપિંડી કરનાર વડોદરાના ફૈયાઝ અસગરભાઇ રાજકોટવાલા અને રચનાબેન વિહંગભાઇ ગાંધીને ઝડપી લઇ જુનાગઢ કોર્ટમાં રજુ કરતાં કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતાં.