યોગી આદિત્યનાથે ચાલુ કરાવેલા એન્કાઉન્ટરોથીયુપી પોલીસતંત્રમાં અપરાધીકરણ વધવા લાગ્યું છે

યોગી આદિત્યનાથે ચાલુ કરાવેલા એન્કાઉન્ટરોથીયુપી પોલીસતંત્રમાં અપરાધીકરણ વધવા લાગ્યું છે

ઉત્તર પ્રદેશના ભગવાધારી રાજસંસારી યોગી આદિત્ય આજકાલ જે તરંગો વહેતા કરી રહ્યા છે એનાથી ભાજપની તૂટવા વોટબેન્ક અધિક સમૃદ્ધ થવાની એ પક્ષને આશા છે. ભાજપના મોવડી મંડળ માટે આ નેતાની જેમ્સ બોન્ડ જેવી નવી પ્રગટતી પ્રતિભા એક ચિંતાનો વિષય છે. યોગી અત્યાર સુધી ભાજપના દ્વિમુખી હાઈકમાન્ડના કૃપાપાત્ર હતા અને બાહ્ય રીતે તો હજુ છે. પરંતુ યોગી હવે સ્ટારવોર્સમાં એન્ટર થઈ ગયા છે. મોદીનો દેશ સામે સર્વમિત્ર જેવો ચહેરો છે એની સામે યોગીનો હિન્દુસખા જેવો ચહેરો વધુ આગળ નીકળી રહ્યો હોવાની ચેતવણીની ઘંટડી સંભળાવા લાગી છે. અગાઉ કર્ણાટકમાં કોંગ્રેસે આ આગળ ધપતા હિન્દુસખાની વિચારધારા ઝાંખી પાડવા માટે જ ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન ઉચ્ચાર્યું હતું.
જો કે યોગીની ભૂલો પણ ઓછી નથી. હવે તો ખ્યાલ પણ રહેતો નથી કે અભિમાનમાં તેઓ શું બોલી રહ્યા છે. કારણ કે તેમના વાણીવિલાસમાં પારાવાર છબરડાઓના ઝૂમખાઓ હોય છે. આવો વિલાસ તો નીતિન ગડકરી પણ કરે છે પરંતુ એમાં છબરડા ઓછા અને ક્વચિત જ હોય છે. તો પણ ગડકરી જેમ કોર્પોરેટ જગતમાં લોકપ્રિય છે એમ યોગી સમુદાયમાં અધિક લોકપ્રિય છે. મોરારજી દેસાઈના જમાનામાં જે કામ રાજનારાયણ નામનો નેતા કરતો હતો એવા જ ઉચ્ચારણો અત્યારે આદિત્યનાથ કરે છે, જે વિધાનોને કોઈ ન તો પૂર્વાપર સંબંધ હોય છે કે ન તો કોઈ પ્રાસંગિક સંગતતા હોય છે. પાછલા એક વરસમાં ઉત્તર પ્રદેશ પોલીસે કરેલા એન્કાઉન્ટરને કારણે યોગીને હાથમાં સહિત બતાવતા પોસ્ટરો પણ લખનૌમાં જોવા મળે છે.
અગાઉ એક અપરાધી પોલીસમેનને બચાવવા જતા તેમણે સમગ્ર ઉત્તર પ્રદેશ સરકારની પ્રતિષ્ઠા નેવે મૂકી દીધી હતી. વિવેક તિવારી નામના એક ખાનગી કંપનીના નોકરિયાતને લખનૌની પોલીસે સાદ કર્યો. પેલાએ સાદ સાંભળ્યો નહિ. યુપી પોલીસે બીજો સાદ કરવાને બદલે સીધી ગોળી મારીને એની કરી નાખી. એક સાવ નિર્દોષ નાગરિકની હત્યાથી યુપી પોલીસના હાથ કલંકિત થયા. આ પ્રકરણમાં ભગવાધારી મુખ્યમંત્રીએ પહેલાં તો જાણે કે કાંઈ બન્યું જ નથી એવું સ્ટેન્ડ લીધું. દરમિયાનમાં તેઓ વારંવાર એવું બોલ્યા કે એન્કાઉન્ટરની નીતિ રાજ્યના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે યોગ્ય છે પરંતુ વિવેક તિવારી એક નાનો હતો અને સજ્જન તથા બૃહદ મિત્રવર્તુળ ધરાવતો હતો.
ટૂંક સમયમાં જ એની હત્યાએ આખા ઉત્તર પ્રદેશમાં ઉત્પાત મચાવ્યો. પછી મુખ્યમંત્રી યોગીએ પેલા પોલીસને સસ્પેન્ડ કર્યો. ખરેખર આ ઘટના રાતોરાત નથી બની. ઉત્તર પ્રદેશની પોલીસને આદિત્યનાથે જે છુટ્ટો દોર આપ્યો એનાથી યુપીમાં અપરાધીકરણ તો ઓછું થયું નથી, ઉલટાનું પોલીસતંત્રમાં અપરાધીકરણ ગયું છે. એક ઊંટ કાઢવા જતાં એ ઊંટ તો રહ્યું ઉપરાંત બીજું ઊંટ પ્રવેશી ગયું. કારણ કે પોલીસને સીધી ગોળી ચલાવીને ફેંસલો સંભળાવી દેવાની જે સત્તા આદિત્યતંત્રએ આપી તેના રાજ્યમાં ભયાનક પરિણામો દેખાવા લાગ્યા છે. ઉત્તર પ્રદેશની પોલીસે છેલ્લા દોઢ વરસમાં ઉપરાઉપરી એન્કાઉન્ટરો કર્યા છે. વ્યર્થ ફોજદારી રૂઆબમાં યુપી અભિમાન પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. અતિક પ્રકરણ પછી આદિત્યગામી એક પ્રધાને તો એમ જાહેર કર્યું કે પોલીસની ગોળી તો માત્ર ગુનેગારને જ વાગે છે.
એનાથી ફરી ઉત્તર પ્રદેશમાં દેખાવો થયા, રેલીઓ નીકળી અને ભાજપ સરકાર પરત્વેની અપ્રિયતા વધી. રાષ્ટ્રીય માનવાધિકાર પંચે ઉત્તર પ્રદેશના કુલ વીસથી વધુ એન્કાઉન્ટરોની નવેસરથી તપાસ કરવાનો કર્યો છે. યુ.પી. પોલીસને એન્કાઉન્ટર દ્વારા બઢતી અને પુરસ્કારો મેળવવાનો પણ ચસકો લાગ્યો છે. યોગી આદિત્ય ભગવા ઓછા અને ખાખી વધુ હોય એવી લોકોમાં છાપ પડી છે કારણ કે બે હિન્દુ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા- મૂર્તિ પ્રતિષ્ઠા વિધિમાં જવાનો છેલ્લી ઘડીએ ઇન્કાર કરી દીધો હતો અને એ જ દિવસોમાં તેઓ નાના નાના પોલીસ સ્ટેશનના નવા મકાનના લોકાર્પણમાં સમયસર પહોંચી ગયા. આજકાલ મુખ્યમંત્રી યોગી અયોધ્યામાં તૂટી પડેલા રસ્તાઓ સંદર્ભે પણ સતત વિવાદાસ્પદ બયાનબાજી કરી રહ્યા છે.
જો કે ભાજપની પ્રવૃત્તિઓ અને નીતિ જ એવી થઈ ગઈ છે કે એને હવે હરીફો કે શત્રુઓની જરૂર નથી. ભાજપના પોતાના શૃંગ જ ભાજપને પડી રહ્યા છે. જે આદિત્ય એક સમયે ભાજપના સ્ટાર પ્રચારક ગણાતા હતા. તેમની જિહવા વારંવાર લપસતી રહેવાથી એમનો સિતારો આથમતો નથી પરંતુ ભાજપનો મુખ્ય ચહેરો બનવા તરફની તેમની જે આગેકૂચ છે એને કારણે એમની દૂરના ભવિષ્યની રાજકીય કારકિર્દીને સ્પર્ધાત્મક લૂણો લાગ્યો છે. યોગી માટે સૌથી મોટુ સંકટ રાષ્ટ્રીય સ્વયં સંઘ છે. એમની હાલત ભાજપમાં રહેવું ને સંઘ સાથે વેર કરવાની છે, કારણ કે શરૂઆતથી જ ગુરુ ગોરખનાથ ગાદી સંસ્થાનના સેવકો- કાર્યકરો અને સંઘના પરિચાલક પરિબળો વચ્ચે સંઘર્ષ થતો આવ્યો છે. હવે એ સંઘર્ષ આગળ વધી ગયો છે અને સંઘના કાર્યકરો અને ગાદી સંસ્થાનના સેવકો પોલીસ સ્ટેશન તથા અદાલતના ખાવા લાગ્યા છે.