લાઠીમાં 55 કરોડના ખર્ચે અત્યાધુનિક સિવિલ હોસ્પિટલ બનશે

અમરેલી,
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના 50 ગામો વચ્ચે એક હોસ્પિટલ આવેલી છે.જોકે તે પણ વર્ષોથી જૂના બિલ્ડિંગમાં કાર્યરત છે.આ અંગે ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા ને ધ્યાને આવતા સરકારશ્રીમાં કરેલ રજૂઆતને પગલે 55 કરોડના ખર્ચે નવી અત્યાધુનિક સાધનો સાથેની સિવિલ હોસ્પિટલની મંજૂરી મળી છે.જેને લઇને લાઠી શહેર અને તાલુકાની જનતા ને તેનો લાભ મળશે.લાઠી – બાબરાના ધારાસભ્ય તરીકે જનકભાઈ ચૂંટાયા બાદ સરકારમાંથી વિકાસના કામોનો ધોધ વહ્યો છે.મહત્વના કામો પૂર્ણ થઈ રહ્યા છે તેનો લાભ લોકોને મળી રહ્યો છે.તેવામાં ખાસ કરીને લાઠી પંથક આરોગ્ય લક્ષી સુવિધાને લઈને પાછળ ન રહી જાય અને લાઠી શહેર તેમજ તાલુકાના 50 જેટલા ગામોના લોકોને યોગ્ય સારવાર મળી રહે તેની ચિંતા કરીને ધારાસભ્યશ્રી જનકભાઈ દ્વારા સરકારમાં લાઠી શહેરમાં પણ નવી ફેસેલીટી સાથેની અત્યાધુનિક સાધનો સાથેની હોસ્પિટલ મળે તે માટે સરકારશ્રીના રજૂઆત કરવામાં આવી હતી.ધારાસભ્યશ્રી ની રજૂઆતને ધ્યાને લઇને સરકારમાં આરોગ્ય વિભાગના મંત્રીશ્રી ષિકેશભાઈ પટેલ દ્વારા લાઠી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ના બાંધકામ સહિતની સુવિધા માટે રૂપિયા 55 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
લાઠી છેલ્લા ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલ જૂના બિલ્ડિંગમાં કાર્યરત છે તેવામાં સરકારશ્રી દ્વારા અને જાગૃત ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા ના પ્રયાસોથી લાઠી શહેરમાં અત્યાધુનિક હોસ્પિટલ નું નિર્માણ થશે અને લાઠી શહેરની તેમજ તાલુકાની જનતા ને સારવાર મળી રહેશે અને મોટો ફાયદો વિસ્તારને મળશે.