અમરેલી,
ભરતભાઈ મકવાણા કોળી સમાજના કદાવર યુવા નેતા છે. આ ઉપરાંત અમરેલી શહેર ભાજપના મહામંત્રી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય છે. કોળી સમાજના શિક્ષિત નેતા નું અમરેલી શહેરમાં બહોળું મિત્ર મંડળ છે. આ ઉપરાંત સમાજની સંસ્થા વેલનાથ યુથ ફાઉન્ડેશન ના પ્રમુખ છે અને તેઓ સમાજ માટે વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સમૂહ લગ્ન અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અમદાવાદ ખાતે અખિલ ભારતીય શેક્ષિક સંઘની રાજ્ય કારોબારી મળેલ હતી. આ કારોબારીમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોર, કેન્દ્રીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર જી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મોહનજી પુરોહિત, મહા સંઘ ગુજરાત રાજ્યના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, રાજ્ય મહામંત્રી મિતેશભાઇ ભટ્ટ, સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન મંત્રી તરુણભાઈ વ્યાસ, અમરેલી જિલ્લા અધ્યક્ષ અને પ્રાંત સંગઠન મંત્રી મનીષભાઈ સિદ્ધપરા ઉ. મા તેમજ જિલ્લાના મહામંત્રી ચિરાગભાઈ ત્રિવેદી સહિત આ રાજ્યની કારોબારીમાં બહોળી સંખ્યામાં રાજ્યભરમાંથી શિક્ષકો હાજર રહ્યા