અમરેલી,
અમરેલીની જીઆઇડીસીમાં એક માર્ગ ઉપર રેલવેનું ગરનાળુ છે બીજો લાઠી રોડનો માર્ગ બંધ કરાયો છે હવે બાકી રહેલો સીધા બાયપાસે જતો એકમાત્ર માર્ગ સ્થાનિક રહીશોએ બંધ કર્યો હોય જીઆઇડીસી બંધ થાય તેવી હાલત સર્જાઇ છે.તેવા સંજોગોમાં સરકાર અમરેલીના રોજના હજારો લોકોને રોજી આપતી જીઆઇડીસીને જીવતી રાખવા તાકીદે પગલા ભરે તે જરુરી છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલી રેલ્વે તંત્ર દ્વારા લાઠી રોડ ફાટક પાસેથી જીઆઇડીસીમાં જતો રોડ બંધ કરવામાં આવ્યા બાદ જે માર્ગ ઉપર વર્ષોથી હલાણ હતુ તે જગ્યાના માલીકે પોતાની જગ્યામાં દીવાલ ઉભી કરી દેતા એક માત્ર માર્ગ હનુમાનપરામાંથી જીઆઇડીસી હેવી વાહનો ચાલતા આ હનુમાનપરા રોડ ટુકો હોવાના કારણે તેમાં સ્કુલો પણ આવેલ હોય જેથી ટ્રાફિકનો પ્રશ્ર્ન ઉભો થતાં અમરેલી હનુમાનપરાના રહીશો દ્વારા વાહનો રોકીને રોડ બ્લોક કર્યો હતો. જીઆઇડીસીમાં સ્વભાવીક જ હેવી વાહનો ચાલવાના હોય છે જેથી તેમને ચાલવા માટે મોટી અને ઉંચી જગ્યા જોઇએ.પણ એક તરફ એસટી ડેપો વાળા રોડ ઉપર રેલ્વેનું ગરનાળુ હોવાથી ત્યાથીે વાહનો ચાલી શકતા નથી જીઆઇડીસીથી લાઠી રોડ સુધીનો માર્ગ બંધ કરાયો છે અને બાકી રહેલા હનુમાનપરાના સીધા બાયપાસે જતા માર્ગ ઉપર સ્થાનિક રહીશોએ વાહનો અટકાવતા જીઆઇડીસીમાં માલનું પરિવહન ઠપ્પ થઇ ગયું છેગઇ કાલે સાંજના જ વાહનોને ચાલવા ન દેતાં જીઆઇ ડીસીના ધંધાર્થીઓ માટે હેવી વાહનો ચલાવવા મુશ્કેલી સર્જાય હતી. તો હવે આના માટે શુ કરવું તેવો વેધક સવાલ જીઆઇડીસીના ઉદ્યોગકારોમાં ચર્ચાઇ રહ્યો છે. અગાઉ જીઆઇડીસીના ઉદ્યોગ કારોએ રોડ પ્રશ્ર્ને કલેકટરને પણ રજુઆત કરી હતી. ત્યારે કલેકટરે જણાવેલ કે હનુમાનપરા મેઇન રોડ જીઆઇડીસી માટે છે. જયારે આ રોડ ટુંકો હોવાના કારણે હેવી વાહનો પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. તેમ શ્રી દિનેશભાઇ ભુવાએ જણાવ્યું હતુ.સરકાર એક તરફથી ઉદ્યોગો માટે લાલ જાજમ બીછાવી તેમને પ્રોત્સાહીત કરે છે જયારે અમરેલીમાં ઝુઝુમી રહેલા ઉદ્યોગો સામે આવેલા આ સંકટમાં કોઇ તારણહાર બનશે કે પછી ઉદ્યોગો વગરના અમરેલીમાં રહયા સહયા ઉદ્યોગોનો પણ મૃત્યું ઘંટ વાગી જશે ?