અમરેલી,
ધારી તાલુકાનાં જળજીવડી ગામે શિવ મંદિર નજીક રહેતા પ્રિન્સ જયસુખભાઇ સભાયા ઉ.વ.18 પોતે પાડી ચારવતો હતો તે દરમિયાન દિપડાએ હુમલો કરતા તે જોઇને કૈલાસબેન ધીરૂભાઇ નગવાડીયા તેમને બચાવવા જતા દિપડાએ તેના પર હુમલો કરતા બંનેને 108 દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ બનાવની જાણ થતા વન વિભાગે દોડી જઇ પાંજરૂ ગોઠવીને દિપડો ઝડપી લેવા તજવીજ હાથ ધરતા દિપડો પાંજરામાં કેદ થયો હતો અને લોકોએ નિરાતનો શ્ર્વાસ લીધો