Homeઅમરેલીલાઠીના ચાવંડમાં મંદિર ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી પોલીસ

લાઠીના ચાવંડમાં મંદિર ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી પોલીસ

Published on

spot_img

અમરેલી,

લાઠી પો.સ્ટે.ના ચાવંડ ગામે ફરીના ઘરે ગે.કા. પ્રવેશ કરી ચાવી મેળવી ફરીયાદીના કુળદેવી પીઠડ માતાજીના મંદીરના તાળાઓ ખોલી મંદીરમા ગે.કા. પ્રવેશ કરી મંદીરની અંદર રહેલ દાનપેટી તોડી દાનપેટીમાથી રોકડ રકમ આશરે 25 થી 30 હજારની ચોરી કરી ગુન્હો આચરી નાસી ગયેલ હોય અને આ કામે ફરીયાદીઓની ફરિયાદ આધારે લાઠી પો. સ્ટે. પાર્ટ એ. ગુરનં 111 930 342 40196/2024 મ્શજી. કલમ 331 (3).305 મુજબ ગુન્હો રજી. થયેલ હતો.લાઠી પો.સ્ટે. વિસ્તારના ચાવંડ ગામે આવેલ ઠાકર મંદીરના કેમેરા ચેક કરતા એક શંકાસ્પદ ઇસમ જોવા મળેલ હોય, જે ઇસમને સાહેદ ઓળખી ગયેલ હોય જે આધારે મજકુર શંકાસ્પદ ઇસમ અંગે ચાવંડ ચોકડી ખાતે બાદ લાઠી ભવાની સર્કલ તથા લાઠી ટાઉનમાં લગાડેલ અન્ય કેમેરા ચેક કરતા લુવારીયા દરવાજા તરફ ગયેલ હોવાનુ જણાઇ આવેલ જેથી અમારા અંગત અને વિશ્વાસુ બાતમીદારોને મજકુર ઇસમનો મુવમેન્ટનો વિડીયો બતાવી, મજકુર ઇસમ અંગે તપાસ કરાવતા, સદરહુ શંકાસ્પદ ઇસમનુ નામ જણાય આવતા, ટેકનીકલ સોર્સ આધારે પોલીસ સ્ટાફના માણસો દ્વારા આરોપી મયુરભાઇ ઘનશ્યામભાઇ શંકરને પકડી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોરીમા ગયેલ મુદ્દામાલ રીકવર કરી મજકુર ઇસમને પકડી પાડી અનડીટેકટ ચોરીના ગુનાનો લાઠી સર્વેલન્સ ટીમે ભેદ ઉકેલ્યો

Latest articles

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી....

Latest News

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...