અમરેલી,
ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુન્હામાં ટેકનીકલ તથા હ્યુમન સોર્સની મદદથી હરદ્વારગીરી મેહુલગીરી ગોસ્વામી રહે. ખોડીયારનગર નેસડીરોડ નામના ઇસમને ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી અન્ડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ સાવરકુંડલા ડીવીઝન મદદનિશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય દ્વારા સાવરકુંડલા ડીવીઝન માંથી થયેલ ગુન્હાઓમાં આરોપીઓને પકડી પાડી નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ સાવરકુંડલા ડીવીઝનમાં બનતા મિલ્કત સબંધિત ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા ની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ ટેક્નિકલ તથા હ્યુમન સોર્સની મદદથી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે હરદ્વારગીરી મેહુલગીરી ગોસ્વામી ઉ.વ.-20ને પકડી પાડી ઇસમ વિરુદ્ધ સાવરકુંડલા ટાઉન પોલિસ સ્ટેશનમાં મ્.શ.જી. એક્ટ કલમ 303(2) મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપી હરદ્વારગીરી મેહુલગીરી ગોસ્વામી ઉ.વ.20 ધંધો અભ્યાસ રહે. નેસડીરોડ, ખોડીયારનગર, સાવરકુંડલા પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ વીવો કંપનીનો ફ29ી કાળા તથા મરૂન કલરનો જે મોબાઇલ ફોન જેમની કિંમત 25999 રૂપિયા ના મોબાઈલ સાથે પકડી પાડેલ આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા, હેડ કોન્સટેબલ અમાનભાઇ યાસીનભાઇ, ધર્મેશભાઇ વશરામભાઇ, મુકેશભાઇ વિષ્ણુભાઇ, ગીરીશભાઇ વાલજીભાઇ દ્રારા કરવામાં આવેલ.