જાફરાબાદ,
જાફરાબાદ લાઇટ હાઉસ રોડ તેમજ મત્સ્યોદ્યોગ ફિશરીઝ કચેરી ની સામે ધોળા દિવસે સાવજો આવી ચડ્યા ગાયનું મારણ કરવા જતાં સ્થાનિક લોકો જોઇ જતાં હાકલા પડકારા કરતા સાવજો ત્યાંથી ભાગી ગયા હતા આ પહેલા ડુક્કર નું વાડી વિસ્તારમાં મારણ કરેલ હોય અહીં ત્રણ સાવજો લોકોનાં રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યાં હોય આજરોજ તા/28/07/2024 ના સાંજના 5.32 વાગ્યા ના અરસામાં ગાયનું મારણ કરવા જતાં અહીં ના સ્થાનિક લોકો એકઠા થતા સાવજો ના પંજામાંથી ગયા ને છોડાવવામાં આવી હતી જે ગાયના માલીક અફઝલ ભાઈ હુસેનભાઇ બેલી ન ની માલીકી ની હોય આ ગાયને સાવજો દ્વારા પંજાઓ મારી લોહીલુહાણ કરેલ હોય અને ગાયનો હાટકું પણ સાવ નુકસાન કરતા ગાય બસી ગઈ હતી આમ હવે સાવજો દરિયા કિનારે પણ ફરવા લાગ્યા