અમરેલી,
લીલીયા શહેરમાં રોડ રસ્તા અતિ ખરાબ હોવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહયા છે. તેવા સમયે અક્ષર સોસાયટી અને વિવેકાનંદ સોસાયટીના રહીશોેએ પોતાના સ્વ. ખર્ચે લેઉવા પટેલ છાત્રાલયથી અક્ષર સોસાયટી સુધી 40 જેટલા મોરમના ટ્રેકટર નખાવી રસ્તો રીપેર કરાવ્યો હતો. આ તકે લોકોમાં જવાબદારતંત્રના સતાધીશો સામે રોષ જોવા મળી રહયો છે. અક્ષર સોસાયટીના પ્રમુખ દિલિપભાઈ સોળીયા, પી.એમ. રાખસીયા, મેરામભાઈ ગરણીયા, જેરામભાઈ બુહા, જયંતિભાઈ બુહા, ઉંજાભાઈ શીંગાળા, સુનિલભાઈ આચાર્ય સહિતના લોકો આ કામગીરીમાં જોડાયા