Homeઅમરેલીકુંડલા, લીલીયા વિસ્તારમાં 61 કરોડના ખર્ચે માર્ગોની મંજુરી

કુંડલા, લીલીયા વિસ્તારમાં 61 કરોડના ખર્ચે માર્ગોની મંજુરી

Published on

spot_img

સાવરકુંડલા,

રાજકારણમાં હંમેશા ખોટું બોલવું, મોટેથી બરાડા પાડીને બોલવું ને મતદાતાઓને ભ્રમિત કરવાના દીવા સ્વપ્નો બતાવીને મતોનું રાજકારણ કરવા કરતાં વિનમ્રતા અને પરિપકવતા ના ઉદ્દેશ લઈને મહાભારતના અભિમન્યુની જેમ રાજકારણના અભિમન્યુ થયેલા સાવરકુંડલા લીલિયા વિધાનસભાના કાર્યદક્ષ ધારાસભ્ય એટલે મહેશ કસવાળા, ચૂંટણી સમયે આપેલા વચનો સાર્થક સાબિત કરવામાં ગાંધીનગર સચિવાલયમાં સતત એક્ટિવ રહીને સાવરકુંડલા લીલીયા થી અન્ય તાલુકામા જવા આવવા માટે જુદા જુદા માર્ગોની સેઘ્ઘાંતીક મંજુરી મેળવતા સમગ્ર સાવરકુંડલા પંથકમાં ધારાસભ્યશ્રી કસવાલા ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે. ધારાસભ્ય મહેશ કસવાળાએ ચૂંટણી સમયે આપેલા વચનો આજે એક પછી એક પુરા થતા સાવરકુંડલા નગરજનોને જોવા મળી રહી છે ત્યારે અન્ય તાલુકામાં જવા માટેના માર્ગો બાબતે સતત રજુઆતો કરીને અમરેલી, બગસરા, ધારી, ખાંભા, ગારીયાધાર અને રાજુલા તાલુકાઓમાં જવા આવવા માટેના માર્ગોને સૈઘ્ધાંતીક મંજુરી આપવામાં આવેલ છે. ધારાસભ્ચ કસવાલાએ આ માર્ગો વિષે વિસ્તૃતમાં કે, બગસરા-ચલાલા-નેસડી-સાવરકુંડલા રોડ, ખાંભા – થોરડી રોડ, ક્રાંકચ-લીલીયા-અમરેલી રોડ, સાવરકુંડલા-ખાંભા રોડ, કાતર-કોટડી-આગરીયા રોડ, થોરડી-વાવેરા રોડના નવિનીકરણ માટે રૂા.61 કરોડના ખર્ચથી મઢાશે અને આ રાજયધોરી માર્ગો ઇ મ્ વિભાગ સ્ટેટ હસ્તકના માર્ગો છે અને માર્ગોને રીસરફેસીંગ, જર્જરીત સ્ટ્રકચરની જગ્યાએ નવુ સ્ટ્રકચર બનાવવુ તથા રોડ ફર્નીચરની કામગીરી, ગામતળના માર્ગોમાં સી.સી.રોડ, દિવાલ(જરૂર હોય ત્યાં) તથા અન્ય આનુસાંગીક કામગીરી કરવામાં આવશે. આ સાથે કસવાલાએ સાવરકુંડલા/લીલીયાની જનતા વતી નિર્ણાયક મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો

Latest articles

ઘોરીની સલાહથી આતંકવાદીઓના પીઠ્ઠુઓના ભારતમાં ટ્રેનોને ઉથલાવવા માટે ઉધામા

છેલ્લા કેટલાક સમયથી દેશમાં રેલવેના ટ્રેક પર સિમેન્ટના બ્લોક કે મોટા પથ્થરો મૂકવાની ઘટનાઓ...

રાજુલા પો.સ્ટે.નાં બળાત્કારના ગુનાના આરોપીને ઝડપી લીધો

રાજુલા, રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.11193050240368/2024 ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 64(2)(એચ), 64(2)(એમ), 115(2), 54, 352, 351(3) મુજબના...

રાજુલા પો.સ્ટે.ના અપહરણ પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લીધો

અમરેલી, રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.11193050230559/2023 આઇ.પી.સી. કલમ 363,366 તથા પોક્સો એક્ટ કલમ 18 મુજબના ગુન્હાના કામનો...

સ્વચ્છતા હી સેવા અભિયાનમાં લોકો જોડાય : શ્રી અજય દહિયા

અમરેલી, સ્વચ્છતા હી સેવા, સેવા સેતુ કાર્યક્રમ અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત...

Latest News