વડીયા,
તારીખ 30/08/2024 ના રોજ વડિયા 108 ને ખાખરા હડમતીયા (નવા) તા ભેસાણ ગામનો સાપ કરડવા નો કેસ આવેલ .જેમાં પાયલોટ દેવદત્ત પરમાર એ એમ્બ્યુલન્સ ઝડપથી સ્થળ પર પહોંચી , સ્થળ પર બાળક દર્દી સાગર ભકીરામ ખરતે ઉ.વ 01, ને 108 ના ઈસા સુનીલ લીંબાણી એ તપાસતા, જમણા પગે ઘૂંટી પાસે સાપ ના દાંત ના નિશાન ,લોહી, સોજો તેમજ તેની સાથે સાથે ઉંઘ આવવી, આંખો ના પોપચાં ઢળી જવા, ઓક્સિજન ઘટવું ,જેવા ચિન્હો દેખાતા ઝેરી સાપ ના જેર ની અસર જણાય આવતા , અમદાવાદ સ્થિત 108 ના ઈઇભ સેન્ટર ના ફિઝિશિયન ઘિ સાહેબ ની સાથે વાત કરી દર્દીને યોગ્ય જેર વિરોધી ઈન્જેકશન, આઇવી ફ્લુડ, સ્પિલીન્ટ, ઓક્સિજન આપી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણ (જુનાગઢ) તત્કલિક લઈ ગયાં . 108 ના ઉપયોગથી અને સારવાર થી અમારા દર્દી સમયસર લક્ષ્ણો ઓળખી અને સમય સૂચકતા વાપરી યોગ્ય સારવારના કારણે તેમનો જીવ બચી ગયો છે, તેમનો સંપૂર્ણ યશ અમે વડિયા 108 ની એમ્બ્યુલન્સ ને અને તેમની ટીમ ને આપીએ છીએ..