લીલીયા,
લીલીયા શહેરમાં ભુગર્ભ ગટરના પ્રશ્ર્ને કોઇ ઉકેલ ન આવતાં ચેમ્બર્સ ઓફ કોમર્સના આગેવાનોએ આજે ચક્કાજામ કર્યુ હતું. અને રોષ વ્યકત કર્યો હતો. લીલીયામાં ઘણા સમયથી ભુગર્ભ ગટરનો પ્રશ્ર્ન ગંભીર બન્યો છે. એક મહિલાના પહેલા વેપારીઓએ આંદોલન પણ કર્યુ હતુ અને ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ પણ દાખલ થઇ હતી. છતાંય ભુગર્ભ ગટર પ્રશ્ર્ને કોઇ ઉકેલ નહીં આવતાં રોષિત બનેલા લીલીયા ચેમ્બર્સ ઓફ કોસર્મના આગેવાનોએ આજે જાહેર માર્ગમાં ટ્રેકટરો આડા રાખી દઇ રોડ બંધ કરી દીધો હતો. ચક્કાજામને કારણે વાહનચાલકો પણ પરેશાન થયાં હતાં. સરકારે ગટર પ્રશ્ર્ને ઉકેલ ન લાવતાં આ રીતે ચેમ્બરે પોતાનો આક્રોશ વ્યકત કર્યો