જુનાગઢ,
જુનાગઢ જિલ્લાના બાંટવા પાસે ત્રણ દિવસ પહેલા થયેલ સોનાના દાગીના અને રોકડની લૂંટના કેસમાં જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે યાજ્ઞીક ધર્મેન્દ્રભાઇ જોષી, મોહિત ધર્મેન્દ્રભાઇ અરવદિંભાઇ જોષી, ધનરાજ મુરારશન ભાંડગેને પોલીસે ઝડપી લઇ કોર્ટમાં રજુ કરતાં 14 દિવસના રિમાંડ આપેલ છે. આર્થિક જરૂરિયાત સંતોષવા અને રૂપિયા ઓળવી જવા આરોપીએ લૂંટનું નાટક કર્યુ. ધનરાજે યાજ્ઞીક જોષીનો શર્ટ ફાડી નાખ્યો મોબાઇલ ખેતરમાં ફેંકી દીધો અને ધનરાજ ભાંડગે કટર લાવ્યો હતો. પીએસઆઇ જે.જે. પટેલ તથા તેની ટીમ પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા સંયુકતમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે હકીકત જાણવા જુનાગઢ જિલ્લામાં ફરીયાદીના સંપર્કમાં રહ્યા હતાં. શકદાર મોહિત જોષીને હસ્તગત કરી પુછપરછ કરતાં ગલ્લા તલ્લા કરતો હોય અને સાચી હકીકત જણાવતો ન હોય જેથી આગવી ઢબે પુછપરછ કરતાં સાચી હકીકત જણાવી હતી. અવાર નવાર યાજ્ઞીક જોષી તથા ધનરાજ કલા ગોલ્ડ કંપનીના સોના ચાંદીના દાગીના વેચવા માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જતાં હતાં. અને ત્રણેય આરોપીએ પોતાની આર્થિક જરૂરિયાત સંતોષવા કલા જવેલર્સના સોનાના દાગીના અને રોકડ ઓળવી જવા કાવતરૂ ઘડયું