જુનાગઢ,
જુનાગઢ ગાંધીગ્રામ લીરબાઇપરા વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની પેટી નંગ 143 બોટલ નંગ 1716 રૂા.6,86,400 નો મુદ્દામાલ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચનાં પીઆઇ જે.જે.પટેલ અને પોલીસ સ્ટાફે ઝડપી પાડ્યો હતો. ચોક્કસ બાતમીનાં આધારે ગાંધીગ્રામ લીરબાઇ પરા વિસ્તારમાં રહેતો લાખા પરબત કોડીયાતર ગેરકાયદેસર રીતે બહારનાં રાજ્યમાંથી ગુજરાત રાજ્યનાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના કબ્જા ભોગવટાનાં ભાડે આપેલ મકાનમાં રાખેલ છે અને દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે. જે હકીીકત આધારે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે રેઇડ દરમિયાન આરોપી હાજર મળી આવેલ નથી.