રાજુલા,
પોેલિસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઈમ અને રેલ્વે તથા ગ્રહવિભાગ ગુજરાત દ્વારા કરેલા ઠરાવ મુજબ જીલ્લાના ટોચના નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરી પકડવા માટે ઈનામ જાહેર કરવા અને પકડી પાડવા સુચના અપાઈ . તે મુજબ ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમારની સુચનાથી અમરેલીના એસ.પી. શ્રી હિમકરસિંહએ અમરેલી જીલ્લામાં કાયદેસરની ધડપકડ ટાળવા માટે લાંબા સમયથી નાસતા ફરતા અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 10નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવેલ.અને આરોપીને પકડી પાડવા 10 હજારના ઈનામની જાહેરાત કરી હતી. આ લીસ્ટેડ આરોપીઓને પકડી પાડવા જીલ્લા પોલિસને માર્ગદર્શન આપેલ. તે મુજબ અમરેલી એલસીબી પી.આઈ. એ.એમ. પટેલની રાહબરી હેઠળ એલસીબી ટીમે રાજુલા પો. સ્ટેના. આઈ.પી.સી. 302 ના ગુનામાં છેલ્લા 17 વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપી મનુભાઈ ઉર્ફે , મનો વેલજીભાઈ ઉર્ફે વેલાભાઈ સોલંકી ઉ.વ. 57 રહેવાસી ધ્ાુડીયા આગરીયા તાલુકો રાજુલાને ટેકનીકલ સોર્સ અને બાતમી આધારે મહુવાના લોગડી ગામેથી પકડી પાડી રાજુલા પોલિસ સ્ટેશનને સોંપી આપેલ છે.આ કામગીરીમાં એલસીબી પી.આઈ. એ.એમ. પટેલ, એ.એસ. આઈ. બહાદુરભાઈ વાળા, હે.કોન્સ. લીલેશભાઈ બાબરીયા , જયેન્દ્રભાઈ બસીયા, યુવરાજસિંહ વાળાએ ફરજ બજાવી