Homeઅમરેલીસાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રી ઉપર હુમલો

સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રી ઉપર હુમલો

Published on

spot_img

સાવરકુંડલા,
સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી અને સરપંચ પતિ પર લુખ્ખા તત્વોનો આજે જીવલેણ હુમલો કરાયાની ઘટના બની છે. ચેતનભાઇ માલાણી સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે રહે છે અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે તેના ઉપર આજે આશરે સવારે 11:00 કલાકની આસપાસ કેટલાક અજાણ્યા લોકોએ કુહાડી ધાર્યા અને લાકડી વડે જીવણ હુમલો કરી ઘાયલ કર્યા છે તેમને તાત્કાલિક સાવરકુંડલા અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલે ઘટનાની જાણ થતા જ અમરેલીના ભાજપાના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી સાવરકુંડલા તાલુકા ભાજપના પ્રમુખ જીવનભાઈ વેકરીયા અમરેલી ભાજપાના કાર્યકર્તાઓને અગ્રણીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો અમરેલી સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવ્યું કે તેમના ઉપરના હુમલો જેણે કર્યો છે તેણે ચેતનભાઇના કપડા કાઢી અને ઘાતક હથિયારોથી જીવ લેણ હુમલો કરવામાં આવ્યો છે.પૂર્વ સાંસદના નિવેદન પ્રમાણે સંપ બનાવવાની ફાળવણી બાબતે હુમલો થયો હોવાનું અનુમાન છે.હાલ તાલુકા ભાજપના મહામંત્રી અને સરપંચ પતિ ચેતન માલાણીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.પૂર્વ સાંસદ નારણ કાછડીયા, સાવરકુંડલાના ભાજપના કાર્યકર્તાઓ અમરેલી ભાજપના કાર્યકર્તાઓ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી પહોંચ્યા હતા.હાલ ચેતન માલાણી ગંભીર ઈજાઓ હોવાના કારણે બેભાન અવસ્થામાં હોય જેથી તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે સાચી હકીકત હવે તેઓ ભાનમાં આવે ત્યારે જ બતાવી શકશે. આમ ચેતન માલાણી ભાનમાં આવે ત્યારે પોલીસ તપાસ થયા બાદ જ સત્ય હકીકત બહાર આવશે. અમરેલી બાદ તેમને વધુ સારવાર માટે ભાવનગર દવાખાને લઈ જવામાં આવ્યા છે હાલ કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ કરાઈ નથી કે કરવામાં આવી નથી કારણ કે જ્યાં સુધી ચેતન માલાણી ભાનમાં આવે અને એ જણાવે ત્યારે જ તે હુમલો કરનાર કોણ હતા? શા માટે હુમલો કરવામાં આવ્યું. આ બધા જ સવાલોના જવાબ મળશે હાલ તો માત્ર અને માત્ર અનુમાનો લગાવી શકાય છે પરંતુ આવતીકાલે આ ઘટના ઉપરથી પડદા ફાશ થશે હાલ સાવરકુંડલા તાલુકા પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે તેમજ મળતી માહિતી મુજબ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ તાલુકા પોલીસને જાણ કરી અને તાત્કાલિક પગલાં ભરવા સૂચનાઓ આપી છે તેમજ ભાવનગર ખાતે સાવરકુંડલા એપીએમસીના ચેરમેન દીપકભાઈ માલાણી અગાઉ પહોંચી ગયા

Latest articles

29-12-2024

શ્રી કૌશિક વેકરીયા સામેનાં બનાવટી લેટર પ્રકરણમાં પોલીસ તપાસનો ધમધમાટ

અમરેલીનાં ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયા સામે તાલુકા પંચાયત પ્રમુખનાં નામે બનાવટી લેટર વાયરલ કરાયાનાં મામલે...

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં જ આતિશીના રાજમાં ભારે આતશબાજી થશે

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપ વિરોધી પક્ષોના બનેલા ઈન્ડિયા જોડાણમાં વિવાદ થયો છે...

કેન્સર પિડીત જીબીએસથી પીડાતા બાળકની વ્હારે મુખ્યમંત્રીશ્રી પટેલ

અમરેલી, લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા એ લાઠી બાબરા દામનગર ના લોકો ની ચીંતા...

Latest News

29-12-2024

શ્રી કૌશિક વેકરીયા સામેનાં બનાવટી લેટર પ્રકરણમાં પોલીસ તપાસનો ધમધમાટ

અમરેલીનાં ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયા સામે તાલુકા પંચાયત પ્રમુખનાં નામે બનાવટી લેટર વાયરલ કરાયાનાં મામલે...

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં જ આતિશીના રાજમાં ભારે આતશબાજી થશે

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપ વિરોધી પક્ષોના બનેલા ઈન્ડિયા જોડાણમાં વિવાદ થયો છે...