અમરેલી,
અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામના પાટી પાસે આજે બપોરના 12-30 કલાકે અમરેલી પ્રતાપપરામાં રહેતાં મહેન્દ્રસિંહ બહાદુરસિંહ રાવત ઉ.વ.22 પોતાની છકડો રિક્ષા જી જે 4 યુ 5771ની લઇને નવા ખીજડીયાથી ગાવડકા પીજીવીસીએલના કામે જતાં હતાં ત્યારે સામેથી આવતા ટ્રક નં જી જે 3 વાય 8762ના ચાલકે પુર ઝડપે અને બે ફિકરાઇથી પોતાનો ટ્રક ચલાવી રિક્ષા સાથે ભટકાવી મહેન્દ્રસિંહને માથામાં છાતીમાં અને ડાબા હાથે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યાની સુરેશસિંહ હરજીસિંહ રાવતે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં આ બનાવની તપાસ પીએસઆઇ એ. કે. પાંડવ ચલાવી રહ્યા છે.