અમરેલી,
અમરેલી તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં જરૂરિયાત કરતાં વધ્ાુ વરસાદ પડવાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. અને છેલ્લે બાકી હતુ તો નવરાત્રીના અંતમાં વરસાદ પડવાથી ખેડૂતોના તૈયાર થયેલ પાક સદંતર નિષ્ફળ ગયો છે. રાજય અને ભારત દેશના અર્થતંત્રને મદદ કરવામાં ખેતીનો મહત્વનો ફાળો રહેલ છે અને ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં જયારે ખેડૂતો પર કુદરતી આફત આવે ત્યારે આ આફતમાંથી ખેડૂતોને બેઠા કરવા માટે આર્થિક રીતે મદદરૂપ થવાની જવાબદારી સરકારની બને છે. તેથી અમરેલી તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ પાક નુકશાનીનો તાત્કાલીક સર્વે કરાવીને તેનું વળતર ખેડૂતોને દિવાળી પહેલા તેના બેન્ક ખાતામાં જમા કરાવવા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મનિષ ભંડેરીએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજુઆત કર્યાનું અખબારી યાદીમાં જણાવ્યું