Homeઅમરેલીબાળક સાથે કુકર્મ કરનારને વીસ વર્ષની કેદ ફટકારતી કોર્ટ

બાળક સાથે કુકર્મ કરનારને વીસ વર્ષની કેદ ફટકારતી કોર્ટ

Published on

spot_img

અમરેલી,
અમરેલીની સ્પેશ્યલ કોર્ટે ચાર વર્ષ ના બાળક સાથે સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય કરવાના ગુનામાં આરોપીને વીસ વર્ષની સખત કેદ અને ત્રીસ હજારનો દંડ ફટકાર્યો હતો.આ કેસની વિગતો એવા પ્રકારનીે છે કે, વશરામભાઈ ઉર્ફે વિસુ અરજણ ભાઈ ડાભી, રહે. મોણ પુર, જુનાવાસમાંએ ચાર વર્ષ કરતા ઓછી વયના બાળકને ચિકુ આપવાની લાલચ આપી તેના ઘરની બહાર શેરીમાંથી પકડી અકુદરતી કામ વાસનાનો ભોગબનાવવાના ઇરાદે અપહરણ કરી પોતાના ઘરે લઇ જઇ, તેના ઘરની ઓસરીમાં બાળક સાથે હવસ સંતોષતો હતો ત્યારે બાળકના પિતા નજરે જોઇ ગયેલ અને બાળકે પણ પોતાની સાથે વશરામે ગુદામૈથુન તથા મુખમૈથુન કરાવી સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરેલની વિગતો જણાવેલ અને આવુ અગાઉ બે ત્રણ વખત પણ બની ગયેલ હોવાનું જણાવતા વશરામને પકડતા વશરામ પડી જતા તેને ઇજાઓ થયેલી હતી સાથે સાથે વશરામે બાળક અને તેના પિતાને મારી નાખવાની ધમકી પણ આપતા આ બનાવ અંગે તા. 10-3-2022ના રોજ તાલુકા પોલીસમાં ગુનો દાખલ થયો હતો.આ કેસ અમરેલીની પોકસો કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે જિલ્લા સરકારી વકીલ શ્રી મમતાબહેનત્રીવેદીએ ડીએનએ સહિતના પુરાવાઓને ધ્યાને લઇ આરોપીને દાખલારૂપ સજા કરવા કરેલી દલીલોને માન્ય રાખી સ્પેશ્યલ જજ (પોકસો) શ્રી ડી.એસ. શ્રીવાસ્તવે આરોપી વશરામભાઈ ઉર્ફે વિસુ અરજણ ભાઇ ડાભી, રહે. મોણ પુર, જુનાવાસમાં , તા. જી. અમરેલીને ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ 235(2) અન્વયે સાથે વાંચતા ભારતીય દંડ સંહિતાની કલમ – 363 તથા 367 મુજબ શિક્ષાપાત્ર ગુનામાં 7 (સાત) વર્ષની સખત કેદની સજા તથા રૂ. 10,000/- (અંકે રૂપિયા દસ હજાર દંડ ફરમાવવામાં આવે છે અને જો આરોપી દંડ ના ભરે તો વધુ – 3 (ત્રણ) માસની સાદી કેદની સજા તથા ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ 235(2) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ-71 તથા કલોઝીજ એકટની કલમ-26 તથા પોકસો એકટની કલમ-42 સાથે વાંચતા પોકસો એકટની કલમ – 4, 6, 8, 10 તથા 1ર તથા ઈ. પી. કો. કલમ 377 મુજબનાં ગુનાઓ સબબ વધુ સજાની જોગવાઈ પોકસો એકટની કલમ 6 માં ઠરાવેલ હોય તે મુજબ કરવા પાત્ર થાય તથા પોકસો એકટનાં સુધારાને ધ્યાને લેતા (વિસ) વર્ષની સખત કેદની સજા તથા રૂ. 20,000/- (અંકે રૂપિયા વિસ હજાર પુરા) નો દંડ ફરમાવવામાં આવે છે અને જો દંડના ભરે તો વધુ 6 (છ) માસની સાદી કેદની સજા ફરમાવવી હતી.અત્રે ઉલ્લેખનીય છે આરોપી વશરામને પગમાં ખોડ હતી તે દિવ્યાંગ હતો અને પોલીસે આ કેસમાં આરોપીના ડીએનએ ટેસ્ટ કરાવેલ હતા જેમા પુરાવાઓ મળી આવ્યા હતા.

Latest articles

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી....

Latest News

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...