અમરેલી,
અમરેલી તાલુકાના રાંઢીયા ગામે મફત પ્લોટ વિસ્તારમાં તા.8-6-2023માં આરોપી શુભાન અલીભાઇ પઠાણે મરણજનાર હલીમાબેનસિંકદરભાઇ પઠાણના ઘરે હાજર હોય ત્યારે તેની સાથે આરોપીએ ગંદુ કામ કરવા કોશિષ કરેલ જેનો વિરોધ કરતાં છરી વડે જીવલેણ ઇજા કરી મોત નિપજાવ્યાની યાસીનશા બફાતીશા લાલશા પઠાણ રહે. ચિતલ જસવંતગઢવાળાએ અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ કરેલ હતી.ઉપરોકત કેસ અમરેલી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં મેજીસ્ટ્રેટશ્રી રિઝવાનાબેન બુખારી સમક્ષ જિલ્લા સરકારી વકીલશ્રી જે.બી. રાજગોરની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી 302 મુજબના હત્યાના બનાવમાં આરોપીને આજીવન કેદની સજા અને રૂા. 5 લાખનો દંડ ફટકાર્યો હતો.