Homeઅમરેલીધારીને નગરપાલિકાની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ

ધારીને નગરપાલિકાની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ

Published on

spot_img

અમરેલી,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવી દઈને આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે. અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડીયાર માતા મંદિરથી 6 કિલોમીટરના અંતરે વસેલું છે. એટલું જ નહિં, ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર આવેલા હોઈ મોટી વર્ષ દરમ્યાન પ્રવાસીઓ આવતા રહે છે. આ આંબરડી સફારી પાર્ક અને ગીર પૂર્વઅભયારણ્ય વિસ્તારમાં આવનારા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તેમજ સ્થાનિક રોજગારી સાથે આર્થિક-સામાજિક જીવનમાં પણ ઉન્નતિ થાય તેવા પ્રવાસન વિકાસના ધ્યેય સાથે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે.એટલું જ નહિં, ધારી તાલુકાના 25 ગામો જંગલ વિસ્તારના હોવાથી ક્યારેક જંગલની આગના બનાવો બને તેવા સમયે ફાયર ફાઈટર અને અગ્નિશમન સેવાઓ પણ આ નગરપાલિકા દ્વારા સરળતાએ સમયસર મળે તેવો આશય પણ નગરપાલિકાની રચનામાં રહેલો છે. ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે તેમજ નગરપાલિકાની નાગરિક લક્ષી સુવિધા મળવાથી ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે. આ ધારી નગરપાલિકા રાજ્યની 160મી નગરપાલિકા બનશે.
અત્યારે ’અ’ વર્ગની 22, ’બ’ વર્ગની 30, ’ક’ વર્ગની 60 અને ’ડ’ વર્ગની 42 મળી કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં આ નવી “ડ’ વર્ગની નગરપાલિકા ધારી નગરપાલિકાનો ઉમેરો થશે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત એક નિર્ણય લઈને સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને અનુમતિ આપી છે.ઈડરની જનતા જનાર્દનની લાંબા સમયની માંગણીનો મુખ્યમંત્રીશ્રીએ સકારાત્મક પ્રતિસાદ આપીને આ બે ગ્રામપંચાયતોનો ઈડર નગરપાલિકામાં મર્જ કરવા નિર્ણય કર્યો છે.આના પરિણામે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટી.પી. સ્કીમ કે પ્લાન સરળતાએ થઈ શકશે તેમજ સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે.

Latest articles

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી....

ચલાલાનાં માણાવાવની મુલાકાતે આઇપીએસ શ્રી જયવીર ગઢવી

ધારી, નવનિયુક્ત આઇપીએસ શ્રી જયવીર ગઢવીએ આજે ચલાલા પોલીસ મથકનાં માણાવાવની મુલાકાત લીધી હતી અને...

લીલીયાના લાઠી રોડે નવ સિંહોનું ટોળુ આવ્યું

લીલીયા, લીલીયા શહેરના લાઠી રોડ પર આવેલ ગૌશાળા નજીક અંટાળીયા તરફથી નવસિંહોનું ટોળું આવી ચડેલ....

બાબરાનાં રાયપર અને અમરવાલપુરમાં સુવિધાપથ મંજુર

અમરેલી, લાઠી બાબરા વિસ્તારમાં જનકભાઇ ચુંટાઇ આવ્યા બાદ હમેંશા ગાંઘીનગરથી વિકાસના કામોની સરવાણી ચાલુ રહી...

Latest News

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી....

ચલાલાનાં માણાવાવની મુલાકાતે આઇપીએસ શ્રી જયવીર ગઢવી

ધારી, નવનિયુક્ત આઇપીએસ શ્રી જયવીર ગઢવીએ આજે ચલાલા પોલીસ મથકનાં માણાવાવની મુલાકાત લીધી હતી અને...

લીલીયાના લાઠી રોડે નવ સિંહોનું ટોળુ આવ્યું

લીલીયા, લીલીયા શહેરના લાઠી રોડ પર આવેલ ગૌશાળા નજીક અંટાળીયા તરફથી નવસિંહોનું ટોળું આવી ચડેલ....