આ સપ્તાહે અર્થશાસ્ત્રના કેટલાક વિદ્વાનોએ કહ્યું છે કે ભારતમાં આર્થિક ગતિશીલતા ધીમી પડી રહી છે. જો કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં) ના નવીનતમ માસિક બુલેટિનમાં અર્થતંત્રની પ્રવર્તમાન દશા અંગે પ્રગટ થયેલા અહેવાલ ’ધ સ્ટેટ ફ ધ ઈકોનોમી’ને ઇમ્ૈંના દૃષ્ટિકોણનો પ્રતિનિધિ ગણી શકાય નહીં, તેમાં કહ્યું છે કે ચાલુ નાણાંકીય વરસના બીજા ત્રિમાસિક પરિણામોને અંતે જોવા મળેલી મંદી હવે સમાપ્ત થઈ ગઈ હોય તેવું લાગે છે. જો કે ચિત્ર મિશ્ર છે, એવું લાગે છે કે ખાનગી વપરાશ ફરી એકવાર સ્થાનિક ડિમાન્ડને આગળ ધપાવી રહી છે.
રિઝર્વ બેંકના અર્થશાસ્ત્રીઓનો અંદાજ છે કે વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ( સકલ ઘરેલુ ઉત્પાદન ) ચાલુ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 6.7 ટકા અને છેલ્લા ક્વાર્ટરમાં 7.6 ટકાના દરે વધશે. જો કે, લેખમાં એક નોંધનીય બાબત એ હતી કે તેમાં ફુગાવાની સ્થિતિનું સત્તાવાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે જેની વિવિધ ફોરમમાં ચર્ચા થઈ રહી છે. શક્તિકાન્ત દાસના નેતૃત્વમાં રિઝર્વ બેંકના અર્થશાસ્ત્રીઓ કડવી વાસ્તવિકતાઓનો જાહેર સ્વીકાર કરતા થયા છે તે સારી વાત છે.
મોનેટરી પોલિસી કમિટી (સ્ઁભ) એ પોલિસી રેટ નક્કી કરતી વખતે ખાદ્યપદાર્થોની કિંમતોને અવગણવી જોઈએ તેવો મત ફરી વેગ પકડી રહ્યો છે. પોલિસીના વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તેવી પણ ડિમાન્ડ છે. આવો ફેરફાર ચાહનારાઓમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ સંદર્ભમાં, ફુગાવાની વાસ્તવિક સ્થિતિ શું છે અને રિઝર્વ બેંકનું વલણ શું છે તે જોવું રસપ્રદ રહેશે.
કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (ભઁૈં) આધારિત ફુગાવાનો દર ઓક્ટોબરમાં 6.2 ટકા હતો જ્યારે એના પહેલા સપ્ટેમ્બરમાં તે 5.5 ટકા હતો. ખાદ્ય ફુગાવો તાજેતરના મહિનાઓમાં અખબારોના પહેલા પાનાના પ્રતિષ્ઠિત આસન પર બિરાજે છે તે કેન્દ્રની એનડીએ સરકારના દુર્ભાગ્ય છે. ઓક્ટોબરમાં મુખ્ય દરોમાં પણ નવો વધારો થયો છે. ચિંતાનું કારણ એ છે કે આરબીઆઈના અર્થશાસ્ત્રીઓએ ખાદ્યપદાર્થોના ઊંચા ભાવની બીજા ક્રમની અસરો પર પણ પ્રકાશ પાડ્યો છે.
એવા સંકેતો પણ મળી રહ્યા છે કે કેટલાક વિસ્તારોમાં જીવન ખર્ચનું દબાણ પગાર અને ભથ્થામાં પ્રતિબિંબિત થવા લાગ્યું છે. આગામી મહિનાઓમાં પહેલી હરોળની ચીજવસ્તુઓના દરમાં ઘટાડો થવાની ધારણા છે. આના પર ચાંપતી નજર રાખવાની જરૂર છે. તે પણ હાઇલાઇટ કરવા યોગ્ય છે કે જો આગામી મહિનાઓમાં ખાદ્ય ફુગાવાનો દર સાધારણ રહેશે, તો ભાવ વધારાનો દર ધીમો પડશે અને ગ્રાહકો પ્રમાણમાં ઊંચા ભાવ ચૂકવવામાંથી રાહતનો કંઈક અનુભવ કરશે. ગુજરાતી ગ્રામીણ પ્રજા શાકભાજીના વિકલ્પના કઠોળનો ઉપયોગ કરે છે. સૌરાષ્ટ્રમાં શાક ન કર્યું હોય ને માત્ર મગ કર્યા હોય ત્યારે આજે મગનું શાક કર્યું છે એમ સહજ રીતે બોલાય છે. હવે મોંઘવારીએ કઠોળ ઉપર પણ તરાપ મારતા નાનો વર્ગ જે એંસી કરોડથી વધુ છે એની ઉપાધિ વધી છે.તાજેતરના વર્ષોમાં કિંમતોમાં સતત વધારો જોતાં, ખાસ કરીને ખાદ્ય ક્ષેત્રમાં, એ નાના લોકોની મહામૂલી જિંદગીની સુખાકારી ઘટવા લાગી છે. સરકારે કઠોળના ભાવ અંકુશમાં રાખવા જરૂરી છે. આવી સ્થિતિમાં, રિઝર્વ બેંક માટે ફુગાવાના પરિણામોને લક્ષ્ય સાથે શક્ય તેટલું સુસંગત બનાવવા અને ફુગાવાની અપેક્ષાઓનું સંચાલન કરવું મહત્વપૂર્ણ છે. વૃદ્ધિના મોરચે, બુલેટિન યોગ્ય રીતે નિર્દેશ કરે છે કે ઉચ્ચ ફુગાવો વપરાશની માંગને અસર કરે છે અને કોર્પોરેટ નફા અને મૂડી ખર્ચને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં, ટકાઉ ઉચ્ચ વૃદ્ધિ માટે ફુગાવાને નિયંત્રિત કરવો જરૂરી છે. ખાદ્યપદાર્થોના ભાવની અસરના પ્રારંભિક સંકેતોને જોતાં, સિંગતેલના ઉપભોક્તાઓ નાછૂટકે ડહોળા અને સસ્તા પામોલિન તરફ વળ્યા છે એ દુ:ખદ છે.
શિયાળામાં હલકું પામોલિન ઘી ની જેમ જામી જાય છે અને આરોગ્ય માટે અનેક નવા ખતરા ઊભા કરે છે. અત્યારે આ પામોલિન ખેતમજુરોની પ્રથમ પસંદગી છે એટલે કે આવનારા પાંચ-સાત વરસમાં એમનામાં ખેતરે જવાની તાકાત નહીં રહે. રિઝર્વ બેંકે 2010ના દાયકાની શરૂઆતમાં ખાદ્યપદાર્થોની વધતી કિંમતોને અવગણવાની ભૂલ કરી હતી. જેના કારણે વ્યાપક મોંઘવારી વધી હતી. આનું પુનરાવર્તન ન થવું જોઈએ. વ્યાજદરમાં કાપની શક્યતા વિશે વાત કરીએ તો, ચોથા ક્વાર્ટરમાં રિઝર્વ બેન્કનો આધાર ફુગાવાનો અંદાજ 4.1 ટકા છે, જે 4 ટકાના લક્ષ્યની નજીક છે. આનાથી આવતા વર્ષે રેટ કટનો અવકાશ સર્જાઈ શકે છે. જો કે, જો આર્થિક વૃદ્ધિ વાસ્તવમાં ધીમી પડે છે, જેમ કે કેટલાક અર્થશાસ્ત્રીઓ અપેક્ષા રાખે છે, તો વ્યાજ દરમાં કાપની ડિમાન્ડ વધુ વધશે. આવી સ્થિતિમાં, સ્ઁભએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે.