લાઠીના ટોડા ગામે મુખ્યમંત્રીશ્રીના રાહતફંડ માંથી રૂ.1 લાખ સહાય મંજૂર કરાવતા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા

લાઠી,

હાલ સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર દેશના નાગરિકો ના આરોગ્યની સતત ચિંતા કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે અને મફત સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ આપી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 5 (પાંચ) લાખ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 5 (પાંચ) લાખ એમ મળે કુલ રૂપિયા 10 (દસ) લાખની આરોગ્ય સારવાર સહાય આપવામાં આવી રહી છે અને વધારાની સહાય માટે સરકાર શ્રી દ્વારા મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માંથી સહાય ચૂકવવામાં આવી રહી છે ત્યારે લાઠી બાબરા વિસ્તારના સતત પ્રયત્નશીલ જાગૃત અને નામના નહીં પણ કામના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા લાઠી તાલુકાના ટોડા ગામના શ્રી વિનુભાઇ ભગવાનભાઇ સાંગાણી ને માથાના અંદરના ભાગે ઇઝા થતા સબડ્યુરલ હેમરેજ થયેલ હતુ જેની સારવાર ગોકુલ હોસ્પીટલ રાજ્કોટ ખાતે ચાલી રહી હતી આ પરીવાર મધ્યમ વર્ગ નો હોવાથી આ આકસ્મીક ખર્ચ ને પહોચી વળે તે માટે મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી સહાય પેટે રકમ આપવા ભલામણ કરતા રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માંથી રૂપિયા એક લાખ મંજૂર કરવામાં આવેલ છે અને આ પરિવારને આ સહાયની રકમ હોસ્પીટલના ખાતામાં જમા કરવામા આવેલ હતી.