એક વરસ પછી પણ જાતિગત વૈમનસ્યના અંગારા હજુય કેમ ઠર્યા નથી..?

એક વરસ પછી પણ જાતિગત વૈમનસ્યના અંગારા હજુય કેમ ઠર્યા નથી..?

આપણા દેશમાં ક્રિકેટ રસિકો અને અંબાણીના લગ્ન સમારંભમાં રસ લેનારા લોકોનો કોઈ પાર નથી .બેગાની શાદી મે અબ્દુલ્લા દિવાના જેવી પરિસ્થિતિ છે. અનંત રાધિકાના લગ્ન અંગે જેટલી પ્રશંસા થાય છે એટલી જ ટીકા પણ થાય છે. પરંતુ શું થાય છે એની ન તો ટીકા થાય છે કે ન તો વખાણ થાય છે. ભારતનો કોઈ ભાગ હોય જ નહીં અને ક્યાંક પરદેશમાં જ બધી ઘટનાઓ બનતી હોય એમ અલિપ્ત રહીને ભારતીય પ્રજા અને ભારત સરકાર બંને મણિપુરને જોઈ રહ્યા છે. આજકાલ કરતા કરતા એક વર્ષ પસાર થઈ પરંતુ મણિપુરમાં હજુ અંગારા ઠર્યા નથી. સંખ્યાબંધ લોકોના જીવ જાય છે અને જાતિગત સંઘર્ષ દરરોજ નવું નવું રૂપ ધારણ કરે છે.
કદાચ એમ હોય કે મણિપુરની સમસ્યા ભારતીય પ્રજા સમજી શકે એમ નથી. લોકો માત્ર એટલું સમજે છે કે ત્યાં તોફાનો ચાલે છે. હકીકતમાં મણિપુરને શાંત કરવું એ હવે કે કેન્દ્ર સરકારના હાથની વાત રહી નથી. છેલ્લા બે મહિનામાં સંખ્યાબંધ નાગરિકોના મૃત્યુ થયા છે અને લાખો નાગરિકોએ સ્થળાંતર કરવું પડ્યું છે. પાટનગર ઈમ્ફાલની હાલત એક જમાનામાં આતંકવાદીઓથી ઘેરાયેલા જમ્મુ- કાશ્મીરની હતી તેવી થઈ ગઈ છે. પૂર્વ ભારતના મહત્ રાજ્યોમાં ચીની સરકારનો પરોક્ષ ઉપદ્રવ છે. પરંતુ મણિપુરમાં એવું નથી. નાગરિકો સંપૂર્ણ રીતે ભારત વર્ષને વરેલા છે.
અસ્ત્રશસ્ત્ર કે ધનધન્ય આપવાથી અહીંની પ્રજાને લોભાવવી શક્ય નથી. ભારતમાં જે કેટલીક બહુ જ પ્રાચીન આદિજાતિઓ છે એમાંની થોડી મણિપુરમાં વસે છે. મણિપુરમાં એક આદિજાતિ છે મૈતેઈ અને બીજી છે કુકી. મૈતેઈ અને કુકી વચ્ચેનો સંઘર્ષ મહાભારતકાળના કૌરવો અને પાંડવો જેવો છે. લઘુમતીમાં હતા અને કૌરવો બહુમતીમાં હતા. મણિપુરમાં મૈતેઈ પ્રજા લઘુમતીમાં છે પરંતુ વિધાનસભાની 60 બેઠકોમાંથી 40 બેઠકો મૈતેઈ કોમ્યુનિટીની છે. રાજ્યમાં 70% વસ્તી કુકીની છે પરંતુ કુકીના ધારાસભ્યોની સંખ્યા માત્ર 20 છે અને મૈતેઈની સંખ્યા 40 ની છે.
એટલે જે લઘુમતીમાં છે તેની વિધાનસભામાં બહુમતી છે અને જેઓ બહુમતીમાં તેની વિધાનસભામાં લઘુમતી છે. આને કારણે બહુમતી કુકી પ્રજા એમ માને છે કે વિધાનસભામાં મૈતેઈની બહુમતી હોવાને કારણે હવે જે કાયદાઓ ઘડાશે તે અમારી વિરુદ્ધના હશે. થોડા સમય પહેલા મણિપુર હાઇકોર્ટે એક ચુકાદાના સંદર્ભમાં રાજ્ય સરકારને માર્ગદર્શન આપ્યું કે છેલ્લા દસ વર્ષથી મૈતેઈ પ્રજાને તેમના અધિકારો મળ્યા નથી, તો સરકારે બંધારણીય રીતે એના પર વિચારવું જોઈએ. હાઇકોર્ટે માત્ર આ ટકોર જ કરી હતી, કોઈ ચૂકાદો આપ્યો નથી.
પરંતુ એને કારણે કુકી સમુદાયે માની લીધું કે હવે અમારા અધિકારો મૈતેઈ લોકો છીનવી લેશે. ત્યારથી જે ચિનગારી શરૂ થઈ તેની આગ હજી સુધી કોઈ બુઝાવી શક્યું નથી. કેન્દ્રના ગૃહ ખાતાએ રાષ્ટ્રીય સુરક્ષા દળોના સંખ્યાબંધ પડાવો અને કુમક મણિપુર મોકલી છે, પરંતુ એનાથી શાંતિ સ્થાપી શકાઈ નથી. છેલ્લા બે મહિનાથી મણિપુર લગભગ બંધ જેવી સ્થિતિમાં છે. પ્રધાનોના નિવાસસ્થાનો પણ હવે સલામત નથી.
કુકી જનજાતિ તરફથી સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવેલી દલીલમાં એમ કહેવામાં આવ્યું છે કે આ તોફાનોમાં રાજ્ય સરકારનો હાથ અને તે એટલી હદ સુધી કે મૈતેઈ આંદોલનકારીઓને આ સરકાર ફંડ અને શસ્ત્રો પણ પૂરા પાડે છે. જો કે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી ચૂંટાયેલી જે તે સરકારની છે. એ કામ અદાલતોનું નથી. તો પણ સર્વોચ્ચ અદાલતે જનજાતિઓના આંતરવિગ્રહ અંગેની રજૂઆતો સાંભળવાની બારી ખુલ્લી રાખી
રાજ્ય સરકારે હજુ સુધી મૈતેઈ અને કુકી આદિવાસી જૂથોના નેતાઓ વચ્ચે સંતલસ ગોઠવી નથી. જ્યાં સુધી પરમપરાગત પદ્ધતિથી એ લોકોની સંયુક્ત સભા નહીં યોજાય અને આદિવાસી નેતાઓ આ સમસ્યાના સમાધાન માટે આગળ નહીં આવે ત્યાં સુધી આનો કોઈ ઉકેલ આવે એમ નથી. મૈતેઈ સમુદાય છેલ્લા દસ વર્ષથી પોતાના અધિકારોથી છે. મણિપુરમાં પ્રકૃતિએ અણમોલ ખજાનો પાથરેલો છે.
જમીન ખૂબ જ ફળદ્રુપ છે. ચારે બાજુ જંગલો, પહાડો અને પૂરપાટ વહેતી બારમાસી નદીઓ છે. આમાંની મોટાભાગની ભૂમિ પર કુકી આદિવાસીઓનો કબજો છે. મૈઉઈ લોકોને ન્યાય આપવામાં આવે તો તેઓ આ જમીનોમાં અને આ પહાડોમાં ભાગ પડાવે એવી સંભાવના છે. મણિપુરના આ અનેક ઔષધિ ઓ થાય છે. કેટલાક વૃક્ષોમાંથી ઈમારતી લાકડું પણ મળે છે.
આ સળગતા પ્રશ્નને કારણે એકસો પચાસથી વધુ નિર્દોષ નાગરિકો વિવિધ સામુહિક હતકયાકાણ્ડનો ભોગ બન્યા છે અને હજારો ઘવાયા છેે. દરરોજ અનેક પરિવારો પાડોશના વિવિધ રાજ્યોમાં આશ્રય લેવા લાગ્યા છે. સત્તા પર આરોહિત ભાજપ સરકાર સામેનો વિરોધ ઉગ્ર જાય છે. જો અહીં ભાજપ સરકાર સિવાયનું શાસન હોત તો કેન્દ્ર સરકારે ઘણા સમય પહેલા અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું હોત.રાજ્ય કે કેન્દ્ર એમ કોઈની પાસે અત્યારે સમાધાનની કોઈ ફોર્મ્યુલા નથી. મૈતેઈ સમુદાય ખુદ હવે કુકીએ શરૂ કરેલા તોફાનોને પોતાના હક માટેના આંદોલનમાં રૂપાંતરિત કરીને એને આગળ છે. કુકીની ચિંતાનો વિષય એ છે કે મૈતેઈને ક્યાંક ન્યાય ન મળી જાય. એમ આ આગ બન્ને તરફથી પવન મળતા વધુ ને વધુ ભડકી રહી છે. રાજ્ય સરકારના તોફાનો શાંત કરવાના પ્રયત્નો નિષ્ઠાશૂન્ય દેખાય છે અને કેન્દ્ર ત્યાં પોતાના જ પક્ષની સરકાર હોવાથી રાજધર્મ નિભાવી શકે એમ નથી.