રાજુલા,
અમરેલી જિલ્લામા ગુન્હાઓ આચરી વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી ગુન્હાનો ભેદ ઉકેલવા માટે અમરેલી હિમકર સિંહ દ્વારા સૂચના આપતા સાવરકુંડલા છજીઁ વલય વૈદ્ય દ્વારા ખાસ નાસ્તા ફરતા સ્કોડની ટીમ બનાવી ગુન્હેગારોને શોધી શોધી પકડી લાવે તે માટે જાંબાઝ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની નિમણૂક કર્યા બાદ એક પછી એક વર્ષો જુના ગુન્હાઓ આચરી ચૂકેલા આરોપીઓને શોધી શોધી પકડવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે જેમા નાસ્તા ફરતા સ્કોડના ઇન્ચાર્જ પી.એસ.આઈ.કે.ડી.હડીયાની ટીમ રાજુલા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચોરીની ફરિયાદ નોંધાય હતી જેમાં રાજુલાના હિંડોરણા ચોકડી રવિરાજ એન્ટરપ્રાઈઝ ઓફીસ પાસે પાર્ક કરેલો હતો જેમાં કુલ ત્રણ આરોપીઓ હતા જેમાં જે તે સમયે 2 આરોપી સાથે ટ્રક ઝડપી લેવાયા બાદ એક આરોપી ફરાર હતો અને ગુન્હો નોંધાયેલો હતો ત્યારે આ ગુન્હામાં 6 વર્ષથી ફરાર આરોપીનું લોકેશન શોધી નાસ્તા ફરતા સ્કોડની ટીમ રાજસ્થાન રાજ્યમાં પોહચી અજમેર જિલ્લાના પીસાંગન તાલુકાના શેઠન ગામ માંથી આરોપી હુકમારામ કાશીરામ (કેશુજી) બાવરી ધંધો ડ્રાઇવરને ઝડપી લીધો તેમની ધરપકડ કરી રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.સાવરકુંડલા ડીવીઝન નાસ્તા ફરતા સ્કોડના ઇન્ચાર્જ પી.એસ.આઈ.કે.ડી.હડીયા, જ્યેન્દ્રભાઈ બસીયા,મહેશભાઈ બારૈયા, મિતેષભાઈ વાળા,રામકુભાઈ કહોર,જયપાલ સિંહ ગોહિલ, સહિત પોલીસ કર્મચારીઓને ચોથો નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી
સાવરકુંડલા નાસતા ફરતા સ્કવોર્ડ દ્વારા રાજસ્થાનમાંથી 6 વર્ષથી ફરાર થયેલ ટ્રક ચોરીના આરોપીને ઝડપી પાડયો
Published on