Homeઅમરેલીબગસરા પંથકમાં સાંબેલાધારે 6 ઇંચ વરસાદ

બગસરા પંથકમાં સાંબેલાધારે 6 ઇંચ વરસાદ

Published on

spot_img

અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં ગત રાત્રીથી દિવસ દરમિયાન હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીનાં પગલે બગસરા શહેર અને પંથકમાં સાંબેલાધારે 5 થી 6 ઇંચ જેવો ધોધમાર વરસાદ પડી જતા ચારેય બાજુ પાણી પાણી થઇ પડ્યું હતું અને ઉપરવાસનાં સારા વરસાદને કારણે મુંજીયાસર ડેમની સપાટી 18 ફુટે પહોંચી હતી. જેમાં 4.9 ફુટ નવુ પાણી આવ્યું હતું. અનરાધાર વરસાદનાં કારણે બગસરાનાં બસ સ્ટેશન, હરીજનવાસ, માર્કેટીંગ યાર્ડ, મધ્યમ વર્ગ સોસાયટી, આસોપાલવ સોસાયટી, તીરૂપતી નગર સહિત અનેક નિચાણ વાળા વિસ્તારોમાં ભારેવરસાદનાં કારણે પાણી ઘરોમાં ઘુસી ગયાં હતાં અને અનરાધાર વરસાદનાં કારણે બગસરાની સાંતલડી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. બગસરાથી બહાર જવા માટેનાં તમામ રસ્તાઓ ઉપર બે થી ત્રણ ફુટ વહી રહ્યાં હતાં. તેમજ બગસરા આવતા વાહનો અનેક જગ્યાએ પાણીમાં ફસાયાનાં સમાચાર મળી રહ્યાં છે. તો બીજી તરફ સોસાયટીઓમાં વરસાદનાં પાણી ઘુસી જતા બગસરા પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી હતી. ભારે વરસાદનાં કારણે બગસરામાં વિજળી ગુલ બનેલ. બગસરામાં બનેલ નવા બસ સ્ટેશનનાં પહેલા માળે પાણી ભરાયાં હતાં. તેમ રૂપેશ રૂપારેલીયાની યાદીમાં જણાવાયું છે.જ્યારે ખારીથી અશોકભાઇ મણવરનાં જણાવ્યા મુજબ હડાળા, માવજીંજવા, પીઠડીયા, ખારી, ખીજડીયા, ચારણ પીપળી સહિત ગ્રામ્ય પંથકમાં મોડી રાતથી દિવસ દરમિયાન ધોધમાર સુપડાધારે પાંચ ઇંચ જેવો વરસાદ પડી જતા ફુલજર નદીમાં ભારે પુર આવતા પુલની ગ્રીલ જમીનદોસ્ત બની ગઇ હતી અને ભારે વરસાદનાં કારણે ખેતરોમાં અનેક સ્થળે ધોવાણ થવાનાં કારણે કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોને ભારે નુક્શાન થયેલ છે. તેમજ ફુલજર નદીમાં પુરનાં કારણે ખારી અને ખીજડીયાનો માર્ગ બંધ થયો હતો. તેમજ ભારે વરસાદનાં વિજળી ગુલ બની હતી. ખાંભાનાં ડેડાણમાં બે દિવસથી થતો ઝરમર અને આજે તા.24-7નાં બપોરનાં 2 વાગ્યાથી જોરદાર વરસાદ પડી જતા આ વિસ્તારમાં પાણી પાણી થઇ ગયું હતું અને બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ પ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. ડેડાણનાં ગ્રામ્ય વિસ્તારનાં મુંજીયાસર, ત્રાકુડા, ફાચરીયા, નીંગાળા-2, વાંગધ્રા, નવાજુના માલકનેસ સહિત ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હતો. જેમાં ત્રાકુડાથી ફાચરીયાનો રસ્તો પાણી ભરાવાનાં કારણે વાહન વ્યવહાર બંધ થયો છે, મુંજીયાસરથી ત્રાકુડા બેઠા પુલને કારણે પાણી વધી જતા રસ્તો બંધ થયો હતો. ત્રાકુડાથી નીંગાળા-2 જવા માટે નીંગાળા-2 ગામ જતા પાણી વધ્ાુ આવતા વાહન વ્યવહાર બંધ થયેલ હતો. ડામર રોડનું પણ ભારે વરસાદનાં કારણે ધોવાણ થઇ જતા વાહનવાળા પણ જોખમ નથી કરતા અને દર ચોમાસામાં ગામડાઓમાં આવી તકલીફ ઉભી થાય છે. છતા રાજ્ય સરકારમાં કોઇ નેતા આ બાબતની ફરિયાદ કરશે ખરા તેવો વેધક સવાલ ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં ઉભો થયેલ છે. અકાળાથી રાજુભાઇ વ્યાસનાં જણાવ્યા અનુસાર ધીમી ધારે એક ઇંચ વરસાદ પડ્યો હતો. સાવરકુંડલાનાં આંબરડીમાં અડધો ઇંચ વરસાદ પડ્યાનું સુભાષભાઇ સોલંકીએ જણાવેલ. બાબરા શહેરમાં હળવા ભારે ઝાપટા પડ્યાનું દિપકભાઇ કનૈયાએ જણાવ્યું હતું. અમરેલી તાલુકાનાં બાબાપુર, તરવડા, મેડી, ગાવડકા સહિતનાં ગ્રામ્ય વિસ્તારમાં બે થી ત્રણ ઇંચ જેવો વરસાદ પડ્યાનું હસુભાઇ રાવળે જણાવેલ. ચલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ ગત રાતથી દિવસ દરમિયાન ધીમી ધારે એક ઇંચ વરસાદ પડ્યાનું પ્રકાશભાઇ કારીયાએ જણાવ્યું હતું. દામનગરમાં ધીમીધારે એક ઇંચ વરસાદ પડ્યાનું વિનુભાઇ જયપાલે જણાવેલ. ધારી શહેર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી સારો વરસાદ પડ્યાનું ઉદય ચોલેરાએ જણાવેલ. જ્યારે દલખાણીયા અને ગીર પંથકનાં ગામોમાં ધીમીધારે દોઢ ઇંચ વરસાદ પડ્યાનું યોગેશ સોલંકીએ જણાવ્યું હતું. લીલીયા તાલુકાનાં હાથીગઢ, સાજણટીંબા, બોડીયા, ભેસાણ, કંટાળીયા જેવા ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે એક ઇંચ વરસાદ પડ્યાનું શ્રીકાંતદાદાએ જણાવેલ. કુંકાવાવ, બરવાળા, નાજાપુર, અમરાપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બે થી અઢી ઇંચ જેવો ધોધમાર વરસાદ પડ્યાનું કિર્તીભાઇ જોષીએ જણાવેલ. વડીયામાં રાત્રીથી દિવસ દિવસ દરમિયાન સાડા ત્રણ ઇંચ જેવો વરસાદ પડી જતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું અને વડીયા ડેમ ઉપરવાસનાં વરસાદને કારણે 13 ફુટ ભરાયો છે. અમરેલી તાલુકાનાં ફતેપુર, ચાંપાથળ, વિઠ્ઠલપુર, પીઠવાજાળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં એક ઇંચ ઉપર વરસાદ પડ્યો હતો. ઉપરવાસનાં વરસાદથી સાંતલી નદીમાં પુર આવવાનાં કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહેતા વિઠ્ઠલપુર ગામનાં સરપંચ ભાવેશભાઇ ગોંડલીયાએ વાહન ચાલકો અને ગ્રામજનોને નદીનાં પટમાં અવર જવર ન કરવા સુચના આપી હતી તેમ સતીષ રાઠોડે જણાવ્યું હતું. અમરેલી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદમાં કુંકાવાવ-વડીયા 51 મીમી, બાબરા 6 મીમી, લાઠી 4 મીમી, લીલીયા 3 મીમી, અમરેલી 25 મીમી, બગસરા 148 મીમી, ધારી 6 મીમી, સાવરકુંડલા 12 મીમી, ખાંભા 15 મીમી, જાફરાબાદ 5 મીમી, રાજુલા 37 મીમી વરસાદ નોંધાયો

Latest articles

ભારતીય ન્યાયનીદેવીની એ મૂર્તિએ આંખેથીપાટા ખોલ્યા એનાથી તંત્રમાં શું ફેર પડવાનો?

આ સપ્તાહે અર્થશાસ્ત્રના કેટલાક વિદ્વાનોએ કહ્યું છે કે ભારતમાં આર્થિક ગતિશીલતા ધીમી પડી રહી...

ધારીને નગરપાલિકાની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ

અમરેલી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ...

મહુવામાં દારૂની 5 હજાર બોટલનો નાશ કરાયો

મહુવા, હુવા ડીવીઝન હેઠળના મહુવા ટાઉન,મહુવા ગ્રામ્ય, મોટા ખુંટવડા,દાઠા, બગદાણા પોલીસ સ્ટેશન ખાતેના પ્રોહીબીશનના જુદા-જુદા...

અમરેલીનાં રાંઢીયામાં હત્યાનાં આરોપીને આજીવન કેદ

અમરેલી, અમરેલી તાલુકાના રાંઢીયા ગામે મફત પ્લોટ વિસ્તારમાં તા.8-6-2023માં આરોપી શુભાન અલીભાઇ પઠાણે મરણજનાર હલીમાબેનસિંકદરભાઇ...

Latest News

ભારતીય ન્યાયનીદેવીની એ મૂર્તિએ આંખેથીપાટા ખોલ્યા એનાથી તંત્રમાં શું ફેર પડવાનો?

આ સપ્તાહે અર્થશાસ્ત્રના કેટલાક વિદ્વાનોએ કહ્યું છે કે ભારતમાં આર્થિક ગતિશીલતા ધીમી પડી રહી...

ધારીને નગરપાલિકાની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ

અમરેલી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ...

મહુવામાં દારૂની 5 હજાર બોટલનો નાશ કરાયો

મહુવા, હુવા ડીવીઝન હેઠળના મહુવા ટાઉન,મહુવા ગ્રામ્ય, મોટા ખુંટવડા,દાઠા, બગદાણા પોલીસ સ્ટેશન ખાતેના પ્રોહીબીશનના જુદા-જુદા...