અમરેલી,
ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમપરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતએ અમરેલી જિલ્લામાં બનતા શરીર/મિલ્કત સંબંધી ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય, ે તા.22/12/2024 ના રોજ રજી.થયેલ હોય.આ કામના ફરીયાદીના કાકાના દિકરાને નીલવડા ગામના શિવાભાઇ ગભરૂભાઇ ધાધલ તથા લાલો બાબુભાઇ ધાધલે ઢીકાપટુનો માર મારી અને છરી મારી દેવાની ધમકી આપી જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી, હડધુત કરેલ હોય જેથી તે લોકો વિરૂધ્ધમાં પોલીસ ફરિયાદ લખાવેલ હોય અને આ કામના આરોપીઓ તે લોકોના સબંધી થતા હોય જેની જાણ આ કામના આરોપીઓને થયેલ હોય જેથી તે ફરીયાદનું રાગદ્રેશ રાખી આ કામના ફરીયાદીને આરોપીઓએ જાનથી મારી નાખવાનું પુર્વ આયોજીત કાવતરૂ રચી લોખંડના પાઇપો લઇ મોટર સાઇકલ લઇને નીલવડા ગામે આવી ફરીયાદીને બિભત્સ શબ્દોમાં ગાળો આપી, આરોપીઓએ મારી નાખવાના ઇરાદે લોખંડના પાઇપોથી ફરીયાદીને મારમારી બન્ને પગ તથા ડાબા હાથે ગંભીર તથા ફેકચરો આવે તેવી ઇજા પહોંચાડી તેમજ જમણા હાથે મુંઢ ઇજા કરી, જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી, અપમાનીત કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જે અન્વયે બાબરા પો.સ્ટે, ગુન્હો રજી થયેલ હોય જેની તપાસ જયવીર ગઢવી,ૈંઁજી મદદનીશ પોલીસ અધિક્ષક ધારી વિભાગ, ધારીનાઓ ચલાવતા હોય અને ગુન્હાની ગંભીરતા સમજી બાબરા પોલીસ સ્ટેશન તેમજ અમરેલી એલ.સી.બી. તથા એસ.ઓ.જી શાખા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સ મદદથી તેમજ હ્યુમન સોર્સની માહીતી આધારે આરોપીને ગણતરીની કલાકોમાં શોધી કાઢી બાબરા પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપીને અટક કરી, પોલીસ રીમાન્ડ મેળવી આજરોજ આરોપીને સાથે રાખી ગુન્હામાં ઉપયોગમાં લીધેલ લોખંડનો પાઇપ ડીસ્કવરી પંચનામાં દરમ્યાન કબ્જે કરવામાં આવેલ તેમજ આરોપી રવીરાજભાઇ બહાદુરભાઇ વાળાને સાથે રાખી નીલવડા ગામે બનાવનું રીકંન્ટ્રકશન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.ઉપરોક્ત કામગીરી જયવીર ગઢવી ૈંઁજી મદદનીશ પોલીસ અધિક્ષક ધારી વિભાગ,ધારી તથા એ.એમ.પટેલ,પો.ઇન્સ., એલ.સી.બી.તથા આર.ડી.ચૌધરી, પો.ઇન્સ. એસ.ઓ.જી.તથા ડી.કે.વાઘેલા પો.ઇન્સ.બાબરા પોલીસ સ્ટેશન તથા ટીમ તથા એલ.સી.બી શાખા અમરેલી ટીમ તથા એસ.ઓ.જી શાખા અમરેલી ટીમ દ્વારા કરવામાં આવેલ છે.