રાજુલા,
ખાંભા મુકામે ગઈકાલે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાજો હતો જેમાં તેનું મોત થવા પામ્યું હતું આ વિસ્તારમાં જંગલી જાનવરોની રંજાળ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે આવા બનાવો અનેક વખત બનતા રહે છે. વન વિભાગના અધિકારીઓ અને સાથે રાખી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી વખતે રૂબરૂ સ્થળ મુલાકાત કરી હતી પરિવારજનોને સાંત્વના આપી હતી અને આખી ઘટના વિશે વન વિભાગને સાથે રાખી જરૂરી સહાય માટે રજૂઆત કરી હતી. આ બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે મારા મતક્ષેત્ર ખાંભાના પચપચિયા મુકામે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતા મૃત્યુ થયું હતું.આજરોજ સ્થળ પર પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી.તેમજ વન કર્મચારીઓને સાથે રાખી જરૂરી કાર્યવાહી માટે સૂચનાઓ આપી હતી. આ તકે મારી સાથે આગેવાનો ભાવેશભાઈ જાદવ,મુકેશભાઈ માંગરોલિયા, હમીરભાઈ ભરવાડ, રમેશભાઈ જાદવ,રસિકભાઈ ભંડેરી,ભાર્ગવ ભાઈ પંડ્યા,વિઠ્ઠલભાઈ રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા